- કાર્ગો મોટર્સથી RTO સુધીના આશ્રમ રોડને બંધ કરવામાં આવશે
- ગાંધી આશ્રમ સંકુલ અને વાડજ ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ પ્રોજેક્ટ શરૂ થશે
- નવો રૂટ શહેરમાં શરૂ કરવા પણ વિચારણા શરૂ કરાઇ છે
અમદાવાદમાં ડિસેમ્બરથી કાર્ગો મોટર્સથી RTO-સુધીનો આશ્રમ રોડ કાયમી ધોરણે બંધ કરવાની હિલચાલ થઇ રહી છે. જેમાં કાર્ગો મોટર્સની બાજુના રસ્તાને 18 મી. ખોલીને 132 ફૂટના રિંગ રોડ સાથે જોડાશે. ગાંધી આશ્રમ સંકુલ અને વાડજ ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ પ્રોજેક્ટ માટે સક્રિય વિચારણા થઇ રહી છે. પ્રોજેક્ટના ભાગરૂપે કાર્ગો મોટર્સથી RTO સુધીના આશ્રમ રોડને બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના કલેક્ટરોની “કામગીરી” બાબતે મહેસૂલ વિભાગના મનોજ દાસની કડક સુચના
નવો રૂટ શહેરમાં શરૂ કરવા પણ વિચારણા શરૂ કરાઇ છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ડિસેમ્બરથી કાર્ગો મોટર્સથી RTO સુધીનો આશ્રમ રોડના 750 મી. લાંબા સેક્શનને કાયમી ધોરણે બંધ કરવા હિલચાલ હાથ ધરવામાં આવી છે. વાડજમાં રામદેવપીર ટેકરા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ અને ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ સંકુલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિતના બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કાર્ગો મોટર્સથી RTO સુધીના આશ્રામ રોડને બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જાણો શું છે વરસાદ મામલે આગાહી
ગાંધી આશ્રમ સંકુલ અને વાડજ ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ પ્રોજેક્ટ શરૂ થશે
આશ્રમ રોડના બંધ કરવાને કારણે સર્જાનારી મુશ્કેલી નિવારવા માટે કાર્ગો મોટર્સની બાજુમાં આવેલા 18 મી. પહોળાઈના રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે. નવો રૂટ વાયા પ્રબોધ રાવલ બ્રિજ મારફતે સૂચિત 24 મી. પહોળા રસ્તા સાથે સાંકળવામાં આવશે અને નવો રૂટ 132 ફૂટના રિંગ રોડ સાથે જોડાશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાનો રસ્તો રામાપીર ટેકરા થઈને 24 મી. પહોળા રસ્તા સાથે સીધેસીધો જોડાશે, અને આ રસ્તો રાણીપ ખાતેના GSRTC બસ સ્ટેન્ડ સુધી પહોંચશે. આ વિકાસ પ્રોજેક્ટને સરળ બનાવવા હાલ ચંદ્રભાગા નાળા સાથે જમીન પુનઃ પ્રાપ્ત કરવાની કવાયત હાથ ધરાઈ રહી છે. ગાંધી આશ્રામ વિકાસ યોજના હેઠળ AMC દ્વારા રૂ. 29.28 કરોડના પાણી પુરવઠા વિતરણ નેટવર્ક, રૂ. 12.21 કરોડના ડ્રેનેજ નેટવર્ક અને વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 28.62 કરોડના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક સહિત કેટલાંક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.