અમદાવાદગુજરાતવિશેષ

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગાંધી આશ્રમમાં કોણે ઉજવ્યો ૭૦મો જન્મદિવસ?

Text To Speech

સ્વાતંત્ર્ય સેનાની દંપતી સ્વ.ગોકળદાસ અને લલિતાબેન પટેલના સુપુત્ર અશોકભાઈએ ગાંધી આશ્રમમાં ઉજવ્યો ૭૦મો જન્મદિન

સ્વચ્છતા કર્મીઓ અને વંચિતોના બાળકો સાથે જન્મદિવસની ઉજવણીની પ્રશંસનીય પહેલ

બાળકો ગાંધી ભજનો અને પ્રેરક પ્રવચનો દ્વારા ભણ્યા સત્ય-અહિંસા અને સ્વચ્છતાના પાઠ

માનવ સાધના ફાઉન્ડેશનના સહયોગથી આયોજન સફળ 

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે ગાંધીજયંતી બાદ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ૮ સપ્તાહ સુધી દરેક નાગરિકને પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બનાવવાનો હેતુ છે. સ્વચ્છ ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો પણ સરકારને સાથ આપી રહ્યા છે.

મૂળ અમદાવાદના અને અમેરિકા નિવાસી અશોકભાઈ પટેલે પોતાનો ૭૦મો જન્મદિવસ પવિત્રભૂમિ સાબરમતી આશ્રમ ખાતે ઉજવ્યો. પિતા ગોકલદાસજી અને માતા લલિતાબેન પાસેથી ગાંધીમૂલ્યો શીખેલા અશોકભાઈએ સ્વચ્છતા કર્મીઓ અને વંચિત સમુદાયમાંથી આવતા દીકરા-દીકરીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરીને પ્રશંસનીય પહેલ કરી છે.

માનવ સાધના ફાઉન્ડેશનના સહયોગથી થયેલા આ આયોજનમાં બાળકો ગાંધી ભજનો અને પ્રેરક પ્રવચનો દ્વારા સત્ય-અહિંસા અને સ્વચ્છતાના પાઠ ભણ્યા. અને સાથેજ આ પ્રસંગે વૈષ્ણવ જન તો તેને રે કહીએ સહિતના ભજનો અને ગાંધીગીતોની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી અશોકભાઈએ પિતા ગોકળદાસજી અને માતા લલિતાબેને આઝાદીની લડતમાં આપેલા યોગદાનને વાગોળ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના “સ્વચ્છતા હી સેવા” અભિગમને બિરદાવ્યો હતો.

આ સમગ્ર આયોજનમાં સ્વચ્છતાકર્મીઓ તેમજ બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તે બાળકોને ભેટ આપી તેમના પરિવારો દ્વારા કરાતા સ્વચ્છતા માટે ના પરિશ્રમને બિરદાવાયો હતો. .

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમવાસીઓ ઉપરાંત શ્રી અશોકભાઈ ગોકળદાસ પટેલ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કોર્ટે સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

Back to top button