મુખ્યમંત્રીની ઘોષણામાં વિલંબને લઈ અશોક ગેહલોતે ભાજપ પર નિશાન સાધ્યું
નવી દિલ્હી, 09 ડિસેમ્બર: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્યમાં સીએમ પદના ચહેરાની જાહેરાતમાં વિલંબ થતા ભાજપ પર ટીકા કરી હતી. આ વાત તેમણે કોંગ્રેસની મળેલી બેઠકમાં કરી હતી. રાજસ્થાન અને મિઝોરમની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ આજે એટલે કે શનિવારે અલગ-અલગ બેઠકો યોજી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલયમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. રાજસ્થાન માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.આ બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
સીએમ ચહેરાને લઈને ગેહલોતે ભાજપની ટીકા કરી
આ બેઠક પહેલા કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે શનિવારે ત્રણ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન માટે મુખ્ય પ્રધાનપદના ચહેરાઓની જાહેરાત કરવામાં ભાજપના વિલંબની ટીકા કરી હતી. તેમણે કહ્યું, ‘આ પાર્ટીમાં કોઈ અનુશાસન નથી.
અશોક ગેહલોત તાજેતરમાં યોજાયેલી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં છે. આ દરમિયાન તેમણે રાજસ્થાન ભાજપના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરવામાં વિલંબ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘જો કોંગ્રેસે આટલા લાંબા સમય સુધી સીએમની પસંદગી ન કરી હોત તો તેઓ ભાજપ ઘણો હોબાળો મચાવતા. અશોક ગેહલોતે ભાજપ પર ધાર્મિક મુદ્દા ઉઠાવીને અને લોકોનું ધ્રુવીકરણ કરીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: મુખ્યમંત્રીએ મેટ્રો ટ્રેનના ફેઝ-2ની કામગીરીની સમીક્ષા કરીને ટેકનીકલ વિગતો મેળવી