ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અશોક ગેહલોતે ક્લેક્ટર સામે કર્યો માઈકનો ઘા, જુઓ વિડિયો

Text To Speech
  • રાજસ્થાનના CM અશોક ગેહલોત થયા ગુસ્સે
  • ક્લેક્ટર પર અશોક ગેહલોત બરાબરના ભડક્યા
  • અશોક ગેહલોતે માઈક છુટુ ફેંક્યુ!
  • ગેહલોતે નારાજગી વ્યક્ત કરી
  • શું છે સમગ્ર મામલો, વાંચો આ અહેવાલ

રાજસ્થાનના બાડમેર સર્કિટ હાઉસ ખાતે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહિલાઓ સાથે CM અશોક ગેહલોતનો સીધો સંવાદ હતો. જો કે આ કાર્યક્રમમાં એક લોચો થઈ જતા ત્યાં હાજર રહેલ ક્લેક્ટર પર અશોક ગેહલોત બરાબરના ભડક્યા હતા અશોક ગેહલોત. મુખ્યમંત્રી અશોક ગેહલોત મહિલાઓ સાથે વાતચીત દરમિયાન માઈક બંધ થઇ જવાથી નારાજ થઈ ગયા હતા. ગેહલોતે ત્યાં ઊભેલા જિલ્લા કલેક્ટર તરફ માઈક જમીન પર ફેંકીને નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કલેક્ટર તરફ માઈક જમીન પર ફેંક્યું!
આ ઘટના બાડમેર સર્કિટ હાઉસ ખાતે બની હતી જ્યાં મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સરકારી યોજનાઓ અંગે પ્રતિસાદ લેવા માટે મહિલાઓના જૂથ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગેહલોતે બોલવાનું શરૂ કર્યું તો માઈક બંધ થઈ ગયું. નારાજ ગેહલોતે જિલ્લા કલેક્ટર તરફ માઈક જમીન પર ફેંક્યું. જિલ્લા કલેકટરે માઈક ઉપાડી લેવુ પડ્યુ હતું.

ગેહલોતે SPને ફોન કર્યો 
આ કાર્યક્રમમાં કેટલાક લોકો મહિલાઓની પાછળ ઉભા હતા. આના પર પણ ગેહલોતે નારાજગી વ્યક્ત કરી અને તેમને ત્યાંથી જવાનું કહ્યું. આ પછી તેમણે પોલીસ અધિક્ષક (SP)ને ફોન કર્યો. ગેહલોતે કહ્યું, ‘ક્યાં ગયા એસપી? એસપી અને કલેક્ટર બંને એકસરખા છે.ગેહલોત બાડમેરની બે દિવસની મુલાકાતે હતા.

આ પણ વાંચો: શું અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે થયું સમાધાન? જયરામ રમેશે આપ્યુ મહત્વપુર્ણ નિવેદન

 

Back to top button