ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સીએમની ખુરશી જ મને નથી છોડતી: અશોક ગેહલોત

  • ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
  • મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો

રાજસ્થાન:  મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, હું મુખ્યમંત્રી પદ છોડવા માંગુ છે પરંતુ આ ખુરશી મને છોડવા નથી માંગતી. આ નિવેદનથી તેમણે સંકેત આપ્યો છે કે જો કોંગ્રેસ જીતશે તો તેઓ મુખ્યમંત્રી બનશે. ગેહલોતે કહ્યું, કદાચ આ પદ મને નહીં છોડે. એવું મનાય છે કે આવું કહીને તેમણે મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ગેહલોતે કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષને પોતાના દુશ્મન માને છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને દેશમાં સામાજિક સુરક્ષા કાયદો ઘડવાની પણ વિનંતી કરી.

પ્રેસ કોન્ફરન્સમાં તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ વિધાનસભા જીતશે તો શું તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે? તો ગેહલોતે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મારા પર વિશ્વાસ રાખે છે. ગેહલોતે કહ્યું કે, કંઈ તો કારણ હશે ને જેથી કોંગ્રેસ પરિવારને મારા પર આટલો બધો વિશ્વાસ છે.

‘સોનિયા ગાંધીએ મારા પર વારંવાર વિશ્વાસ કર્યો છે’

તેઓ સીએમ પદ પર બન્યા રહેશે તેનો સંકેત આપતાં પહેલા ગેહલોતે એમ જણાવ્યું કે, સોનિયા ગાંધીએ મારા પર વારંવાર વિશ્વાસ કર્યો છે. સોનિયા ગાંધીએ તેમના અધ્યક્ષ પદ પર હતા ત્યારે તેમણે પહેલો નિર્ણય લીધો કે અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનવું જોઈએ. તેમણે આ નિર્ણય સમજી-વિચારીને અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની કામગીરી જોયા બાદ લીધો હતો. સચિન પાયલટના સવાલ પર ગેહલોતે કહ્યું કે,  પહેલાંથી જ કહી દીધું છે કે આ વાતોને ભૂલી જાઓ.

ટિકિટની વહેંચણીનો મામલો પેચીદો બન્યો

ઉલ્લેખનીય છે કે,  રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. પરંતુ, કોંગ્રેસમાં ટિકિટનો મામલો પેચીદો બન્યો છે. જો કે, પાર્ટીએ એક સપ્તાહ અગાઉ નિર્ણય લીધો હતો કે 18 ઑક્ટોબરે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ ટિકિટોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. પરંતુ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સ્ક્રિનિંગ કમિટીએ મોકલેલી લગભગ 100 બેઠકોના નામ પર કોઈ સહમતિ બની શકી નથી. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લગભગ એક ડઝન બેઠકો પર વાંધો વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: CM અશોક ગેહલોત ભાજપ પર ભડક્યા, કહ્યું- ‘રાજેશ પાયલટનું અપમાન…’

Back to top button