મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ફટકો, પૂર્વ CM અશોક ચવ્હાણનું MLA પદ પરથી રાજીનામું


મહારાષ્ટ્ર, 12 ફેબ્રુઆરી 2024: મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે. અશોક ચવ્હાણે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તેમનો ફોન હાલ અનરીચેબલ આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચવ્હાણ થોડા સમયમાં બીજેપી ઓફિસ પહોંચી શકે છે.
દેશમુખના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા
નાંદેડના ભોકરના ધારાસભ્ય અશોક ચવ્હાણ ડિસેમ્બર 2008થી નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. ડિસેમ્બર 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ વિલાસરાવ દેશમુખને સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારે ચવ્હાણે આ પદ સંભાળ્યું હતું. તેમણે મહારાષ્ટ્રના સંસ્કૃતિ વિભાગ, ઉદ્યોગો, ખાણ વિભાગ જેવી જવાબદારીઓ પણ સંભાળી છે.
चव्हाण साहेब भाजप मध्ये आपले मनपूर्वक स्वागत नेता जो माझ्या नांदेड जिल्हाच्या विकासासाठी अगदी महत्वपूर्ण आहे आणि पक्ष जरी वेगळा असला तरी नेता आवडीचा होता पण आत्ता पक्ष पण सारखा झाला🔥💐🎯@AshokChavanINC #AshokChavan pic.twitter.com/LwyVeYIHuQ
— Ashutosh Mukhedker (@MukhedkerA) February 12, 2024
અશોક મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શંકર રાવ ચવ્હાણના પુત્ર છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર પિતા-પુત્ર બંને મુખ્યમંત્રી પદ સંભાળ્યા છે. તેઓ નાંદેડથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.