AMCની ટીમ પર હુમલો કરનાર આશિષ ત્રિપાઠી જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા
AMCના કર્મચારી પર હુમલો કરવાના કેસમાં આરોપી આશિષ ત્રિપાઠીના રિમાન્ડ નામંજૂર કરાયા છે. જેથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. AMCના કર્મચારી પર હુમલો કરવાના કેસમાં SC-ST સેલ દ્વારા આશિષ ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે આશિષ ત્રિપાઠીના જામીન નામંજૂર કર્યા
AMCના કર્મચારી પર હુમલા કેસમાં આરોપી નિવૃત IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી. આશિષ ત્રિપાઠીએ ગત રોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં મનપાના કર્મચારી પર છરી વડે હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી આશિષ ત્રિપાઠીને ઝડપી પાડ્યો હતો. આરોપી આશિષ ત્રિપાઠીને ઝડપી પાડ્યા બાદ આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આશિષ ત્રિપાઠીના જામીન નામંજૂર કરી તેને જેલ હવાલે કર્યો છે.
બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગઈકાલે AMCની ટીમ ટેક્સની વસુલાત માટે ગઈ હતી. આ દરમિયાન નિવૃત્ત આઈએએસ અધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આર કે ત્રિપાઠીનો પુત્ર આશિષ ત્રિપાઠીએ એએમસીની ટેક્સ કલેક્શન ટીમના કર્મચારી પર છરી અને કાચનો ક્લાસ ફોડી હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટના બાદ મનપાના ત્રણ ડેપ્યુટી મેન્સીપલ કમિશનર બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : IPS અધિકારીએ નોકરીના બહાને 10 યુવાનો પાસેથી રુ.50 લાખ પડાવ્યા, ગૃહમંત્રીને થઈ ફરિયાદ