AMCના કર્મચારી પર હુમલો કરનાર આશિષ ત્રિપાઠી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

અમદાવાદમાં AMCના કર્મચારી પર હુમલો કરનાર વ્યક્તિ નિવૃત્ત આઇએએસ અધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આર કે ત્રિપાઠીનો પુત્ર છે. વેરા વસુલાત મુદ્દે મનપાના કર્મચારીઓ વિરુદ્ધ દાદાગીરી કરતા તેણે હુમલો કર્યો હતો જેના દ્રશ્ય મોબાઇલમાં કેદ થયા.
અમદાવાદમાં મ્યુન્સિપાલટી ના કર્મચારી પર છડી વડે હુમલા કરવાના કેસમાં આખરે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આરોપી આશિષ ત્રિપાઠીની પોલીસે અટકાયત કરી છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાય છે હુમલો અને ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ. આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે છે. સમગ્ર ઘટનાની તપાસ એસસી એસટી સેલ ને સોંપાય છે. મોડે મળ્યો ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં એએમસીના કર્મચારી પર હુમલો કરાયો હતો. એએમસીની ટેક્સ કલેક્શન ટીમના કર્મચારી પર છરી અને કાચનો ક્લાસ ફોડી હુમલો કરાયો હતો. આ હુમલો કરનાર વ્યક્તિ નિવૃત્ત આઈએએસ અધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આર કે ત્રિપાઠી નો પુત્ર છે. વેરા વસુલાત મુદ્દે મન પાના કર્મચારીઓ વિરુદ્ધ દાદાગીરી કરતા ચણિયા હુમલો કર્યો હતો તેના તમામ દ્રશ્ય મોબાઇલમાં કેદ થયા હતા.
હુમલાની આ ઘટના બાદ મનપાના ત્રણ ડેપ્યુટી મેન્સીપલ કમિશનર બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્ટાફને ન્યાય આપવાની બાહેધરી આપી હતી.
ઓફિસના માલિક દ્વારા એએમસીના કર્મચારી પર હુમલો
મોટી રકમના વેરા બાકી હોય તેવા શહેરીજનો પાસેથી વેરા વસુલાતની કડક ઝુંબેશ ચાલી રહી છે. જેને લઈને કોર્પોરેશનની ટીમ અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. સવારે એએમસી ની ટીમ ટેક્સની વસુલાત માટે ગઈ હતી. આ ટીમ પશ્ચિમ ઝોન માં આવતા રાજપથ ક્લબ રોડ પર પહોંચી જ્યાં એરોન્સ પ્રેક્ટિસ નામની બિલ્ડીંગ માં આવેલી એક ઓફિસમાં સીલીંગ ઝુંબેશને કામગીરી ચાલી રહી હતી ત્યાં ઓફિસના માલિક દ્વારા એએમસીના અધિકારી પર છરી વડે હુમલો કરાયો હતો.
ગત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ થલતેજ વિસ્તારમાં સવારે સાત કલાકે ટેક્સ ડિપાર્ટમેન્ટ ના બે કર્મચારી રાકેશ અને યોગેશ દ્વારા સીલીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. કુલ 31 સીલ મારવાની કામગીરી સોંપવામાં આવી હતી જે પૈકીના કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી જે પછી 31 મો સીલ કરવા માટે આ બંને કર્મચારીઓ એરોન્સપેક્ટર નામની બિલ્ડીંગના છઠ્ઠા માળે પહોંચ્યા ત્યારે આ કર્મચારી દુકાન ના માલિકની રાહ જોઈ રહ્યા હતા. જે પછી લિફ્ટ માંથી આવીને દુકાન માલિકે તરત જ આ બંને કર્મચારીઓ પર છરી વડે હુમલો કર્યો હતો.
આ પણ વાંચો :ટ્રકની ટક્કર બાદ ત્રણ બસો પલટી, 14ના મોત, 50 ઘાયલ; સીએમ શિવરાજે વળતરની જાહેરાત કરી