ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નિર્લજ્જાશંકર/ મૂછો પર તાઉ દેતો કોર્ટ પહોંચ્યા આશિષ મિશ્રા, લખીમપુર કિશાન હત્યાકાંડનો છે આરોપી

Text To Speech

ગયા વર્ષે 3 ઓક્ટોબરે લખીમપુર ખેરી હિંસામાં ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત કુલ આઠ લોકો માર્યા ગયા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે. આશિષ મંગળવારે કોર્ટમાં હાજર થયો હતો. પોલીસ કસ્ટડીમાં કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તે મૂછો પર તાઉ દેતો જોવા મળ્યો હતો. જેલમાં રહેલા આશિષની આ સ્ટાઈલનો ફોટો અને વીડિયો મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં આ ફોટાના કારણે લાગણી ઉઠી રહી છે કે, આ તો નિર્લજ્જતાશંકર છે. કાયદો પોતાનાં ખિસ્સામાં હોય તેવા તેવર સાથે કર્ટ પહોંચેલા આ આરોપીને કાયદાનું બરોબર ભાન કરાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે આશિષ મિશ્રાના અલગ-અલગ પ્રોડક્શન બાદ અંકિત દાસ, સુમિત જયસ્વાલ સહિત અન્ય આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં આશિષ મિશ્રાની મૂછો પર તાઉ દેતી તસવીર એક દિવસ પહેલા સોમવારે સામે આવી છે, જ્યારે હાઇકોર્ટની લખનૌ બેન્ચે ખેરીના ટિકુનિયા કેસની સુનાવણી દરમિયાન આશિષ મિશ્રાના બેજવાબદાર નિવેદનો પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો કેન્દ્રીય રાજ્ય મંત્રી (અજય મિશ્રા ટેની) પ્રતિ એફિડેવિટ મુજબ કથિત નિવેદન ન આપ્યું હોત તો આ ઘટના બની ન હોત. ચાર્જશીટનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા.

જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ‘ટેની’ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની ટીકા કરી હતી. આ સાથે ગઈ કાલે કોર્ટે આ કેસના ચાર આરોપી અંકિત દાસ, સુમિત જયસ્વાલ, લવકુશ અને શિશુપાલની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ ઉપલબ્ધ મજબૂત પુરાવાઓને જોતા તેમને જામીન પર મુક્ત કરી શકાય નહીં. ઉપરોક્ત આરોપીઓએ કરેલી અલગ-અલગ જામીન અરજી પર ખંડપીઠે આ હુકમ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ આશિષે આત્મસમર્પણ કર્યું હતું
લખીમપુર કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને 28 દિવસ જેલમાં રહ્યા બાદ 15 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. 18 એપ્રિલે સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને એક સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. 68 દિવસ સુધી જામીન પર બહાર રહ્યા બાદ, આશિષ મિશ્રાએ 24 એપ્રિલે બપોરે ભારે પોલીસ દળની હાજરીમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

Back to top button