આશિષ ભાટિયાની અનોખી વિદાય, ઉચ્ચ અધિકારીઓએ કારને દોરડા વડે ખેંચી
ગુજરાત રાજ્યના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયાનો વિદાય સમારોહ અનોખી રીતે ઉજવાયો હતો. પોલીસ ભવન ખાતે યોજાયેલા આ સમરોહમાં રાજ્યના અન્ય પોલીસ અધિકારીઓ પણ હજાર રહ્યા હતા અને પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાને ફૂલોથી શણગારેલી કર્મા બેસાડી દોરડાથી કાર ખેંચી હતી.
આ પણ વાંચો : બજેટ-2023 : નાણામંત્રી બજેટમાં ઉપયોગ કરશે આ શબ્દો, તમે તેનો અર્થ જાણી લો
આ સમરોહ પ્રસંગે આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું કે ડીજીપી તરીકે મને કામ સોંપવામાં આવ્યું અને નિવૃત્તિના સમયે પણ 8 માસનો કાર્યકાળ વધારવામાં આવ્યો. મે સરકારની સૂચનાઓનો અમલ કરવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. મારા કાર્યકાળમાં ડ્રગ્સ, ગુમ બાળકો, મહિલાઓની સુરક્ષા અને ક્રાઇમમાં અલગ અલગ કામ થયા. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ નિવારવા માટે કામગીરી કરવામાં આવી. વર્ષ 2022 માં ડ્રગ્સ વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું તેમ એક જ વર્ષમાં 5500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું.
ગુજરાતના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાયે જણાવ્યું હતું કે, મને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું ગુજરાત સરકારનો આભાર માંનું છું. મારા માટે આ સૌભાગ્યની વાત છે કે મને ગુજરાત પોલીસની કમાન સોંપવામાં આવી છે. તમામ ગુજરાતના નાગરિકોને સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય તેવા પ્રયાસો કરીશું અને પોલીસ છબી સારી રીતે ઉભરે તેવી કામગીરી કરીશું.