ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

બિહારઃ મુસ્લિમ બાળકની ધરપકડ પર ઓવૈસી લાલઘુમ, કહ્યું- ‘સત્તા નહીં, સન્માન જોઈએ’

Text To Speech

બિહારના સિવાનમાં બે સમુદાયોમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા 8 વર્ષના બાળકની ધરપકડ કરવા પર ઓવૈસીએ નારાજગી વ્યક્ત કરી છે. સીએમ નીતિશ કુમાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ધર્મનિરપેક્ષતા નહીં, સત્તા નહીં, અમને સન્માન જોઈએ છે.

બિહારમાં 8 વર્ષીય સગીરની ધરપકડ બાદ રાજ્યમાં હંગામો મચી ગયો છે. હવે AIMIM પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે મહાગઠબંધન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

નીતીશ કુમારની સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે, ‘કોઈ ધર્મનિરપેક્ષતા નહીં, સત્તા નહીં, અમને સન્માન જોઈએ છે’. 8 વર્ષનો રિઝવાન છેલ્લા 4 દિવસથી જેલમાં છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પર સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે, ‘તમે તેમની માતાની લાચારીને કેવી રીતે નજરઅંદાજ કરી શકો? શા માટે રિઝવાન સાથે આવુ વર્તન કરવામાં આવે છે? અમારા રિઝવાનને ક્યારે મુક્ત કરવામાં આવશે?’

શું છે સમગ્ર વિવાદ ?

સિવાનમાં મહાબિરી મેળા શોભાયાત્રા દરમિયાન બંને તરફથી ઉગ્ર પથ્થરમારો થયો હતો. આ પછી સમગ્ર વિસ્તારમાં વાતાવરણ બગડી ગયું હતું અને તણાવ ફેલાઈ ગયો હતો. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે 20 લોકોની ધરપકડ કરી હતી. તેમાં 8 વર્ષના રિઝવાનથી લઈને 70 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. આ કેસમાં 35 નામના લોકો અને 100 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બંને પક્ષના કુલ 20 લોકોની ધરપકડ કરી હતી.

બાળકની ધરપકડ કરીને તેને જેલમાં રાખ્યા બાદથી એક પક્ષ આનાથી નારાજ છે અને પોલીસના નિર્ણયની નિંદા કરી રહ્યું છે. આ મામલાને લઈને અસદુદ્દીન ઓવૈસી નીતીશ સરકાર પર ગુસ્સે થયા.

Back to top button