સુરતમાં બે બહેનો સાથે દુષ્કર્મની ઘટના પર ગઈકાલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ આજે કોર્ટે આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી છે. સુરતના 2001ના ચકચારી દુષ્કર્મ કેસની ફરિયાદ વર્ષ 2013માં કરવામાં આવી હતી અને 2023માં સુનાવણી કરતા આજે ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા સાથે વળતર જમા કરાવવાના આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના : અંતે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર
ગાંધીનગર સેશન્સ કોર્ટે પીડિતાને રૂ. 50,000નું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે. ગઈકાલે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરાયો હતો. તે સાથે જ આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં IPC ની કલમ 376, 377 હેઠળ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે 354,342,357 અને 506 (2) હેઠળ પણ સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો : ‘આસુમલ’માંથી ‘આસારામ’ બનવાની આખી સ્ટોરી, ચાવાળાથી લઈને બાબા સુધીની સફર, દારૂ વેચીને ગુના પણ કર્યા
શું છે કેસ ?
વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો.