મોટેરા આશ્રમમાં દુષ્કર્મના કેસમાં આસારામે ગાંધીનગર કોર્ટના હુકમને HCમાં પડકાર્યો છે. જેમાં આસારામને આ કેસમાં આજીવન કેદની સજા ફરમાવી છે. આસારામે આચરેલા ગુનામાં કોઈપણ પ્રકારની રાહત આપી શકાય નહીં. ગાંધીનગર જિલ્લા કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજાને આસારામે હાઈકોર્ટમાં પડકારી છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકી કેસમાં નવો ખુલાસો: રાહુલને મદદ કરનારા શખ્સે પોલ ખોલી
આસારામે આચરેલા ગુનામાં કોઈપણ પ્રકારની રાહત આપી શકાય નહીં
સુરતની યુવતી સાથે અમદાવાદમાં સ્થિત મોટેરા આશ્રામમાં દુષ્કર્મ આચરવા અને અકુદરતી સેક્સ બાંધવાના કેસમાં ગાંધીનગર જિલ્લા કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજાને આસારામે હાઈકોર્ટમાં પડકારી છે, આ અપીલને હાઈકોર્ટે એડમિટ કરી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. આસારામની રજૂઆત હતી કે તેની 80 વર્ષથી વધુની ઉંમર છે, તેની તબિયત નાદુરસ્ત રહે છે. જેથી તેની સજાને મોફૂક રાખો અને વચગાળાના જામીન આપો. જો કે, હાલ તો હાઈકોર્ટે આસારામને કોઈ રાહત આપી નથી. જાન્યુઆરી-2023માં ગાંધીનગર જિલ્લા કોર્ટે આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારતા નોંધેલુ કે, આસારામે આચરેલા ગુનામાં કોઈપણ પ્રકારની રાહત આપી શકાય નહીં.
આ પણ વાંચો: અમદાવાદ: બોર્ડની પરીક્ષા સેન્ટરોમાં લાગેલ 6489 વર્ગખંડોના CCTV ચેક કરાશે
12 વર્ષ સુધી આ મુદ્દે ડરના માર્યા મૌન રહેલી
ગાંધીનગર જિલ્લા કોર્ટમાં ફરિયાદી યુવતીની રજૂઆત હતી કે, તેણી વર્ષ 2001માં જ્યારે મોટેરા આશ્રમમાં હતી ત્યારે આસારામે તેણી સાથે બે માસ સુધી દુષ્કર્મ આચરેલુ. આ સમયગાળામાં આસારામ એક શક્તિશાળી વ્યક્તિ હતો. જેથી 12 વર્ષ સુધી આ મુદ્દે ડરના માર્યા મૌન રહેલી. જો કે, સગીરા સાથેના દુષ્કર્મના અન્ય એક કેસમાં રાજસ્થાનની સ્થાનિક કોર્ટે આસારામના જામીન ફગાવીને જેલ હવાલે કરતા, તેણીની હિંમત ખૂલેલી અને તેણે આસારામ સામે 12 વર્ષ પહેલાંના ગુનામાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી.