આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોમાં હલચલ તેજ થઈ ગઈ છે. ત્યારે હલમાં ઓવૈસી કચ્છના પ્રવાસે છે અને ત્યાં તેમણે જાહેરાત કરી છે કે તેએ કચ્છમાં તેનો ઉમેદવાર ઉભો રાખશે. સાથોસાથ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીએ ગુજરાતભરમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે, પાર્ટીએ હજુ સુધી સીટોની સંખ્યાને લઈને પોતાનું કાર્ડ ખોલ્યું નથી. પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણી મેદાનમાં ઉતરવાની વાત કરી હતી.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અમદાવાદ અને સુરતમાં નગરપાલિકાની ચૂંટણી બાદ AIMIM ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. ગુજરાતના ભુજમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે, અમે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાતથી લડીશું. જો કે અમે કેટલી સીટો પર ઉતરીશું તે અંગે અમે નક્કી કર્યું નથી. મને ખાતરી છે કે AIMIM ગુજરાતના વડા સાબીર કાબલીવાલા આ બાબતે યોગ્ય નિર્ણય લેશે.
અસદુદ્દીન ઓવૈસીને જીતનો વિશ્વાસ
હૈદરાબાદના સાંસદે કહ્યું કે, તેઓ પાર્ટીને મજબૂત કરવાના ઈરાદાથી ગુજરાત આવ્યા છે. અમારો ઉમેદવાર ભુજમાંથી પણ ઉભા રહેશે. ત્યારે આ વખતે ગુજરાતમાં રસપ્રદ મેચ થવાની આશા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી પણ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે. એ ચૂંટણીમાં ભાજપે 93 અને આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.