નેશનલ

અસદુદ્દીન ઓવૈસીના ઘર પર હુમલો, અજાણ્યા લોકોએ કર્યો પથ્થરમારો

Text To Speech
  • AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ઘર પર હુમલો
  • પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ઘર પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો છે. ઓવૈસીએ આ અંગે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હુમલો થયો ત્યારે તે ઘરે ન હતો.

આ પણ વાંચો : જેએનયુ ફરી એકવાર વિવાદોમાં, શિવાજી મહારાજ મુદે ABVP અને છાત્ર સંધ વચ્ચે ઘર્ષણ

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ઘર પર હુમલો થયો છે. આ હુમલો દિલ્હીના અશોકા રોડ સ્થિત નિવાસસ્થાને થયો હતો. કેટલાક અજાણ્યા લોકોએ ઘર પર પથ્થરમારો કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઓવૈસીના ઘરે પહોંચી ગયા છે. ફરિયાદ અનુસાર, જ્યારે ઓવૈસી રાત્રે ઘરે પરત ફર્યા તો તેમણે સાંજે તેમના ઘર પર પથ્થરમારો થતો જોયો. દિલ્હી પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

રવિવારે સાંજે પથ્થરમારો

પોલીસને આપેલી ફરિયાદમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હુમલો રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. એડિશનલ ડીસીપી પણ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગ માટે અલગથી કાયદા બનશે, જાણો કોના પર લાગશે લગામ

ઘરની બારીના કાચ તૂટ્યા

જણાવી દઈએ કે ઓવૈસી રવિવારે રાત્રે 11.30 વાગે અશોકા રોડ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારે તેણે જોયું કે ઘરની બારીઓના કાચ તૂટેલા હતા અને પથ્થરો જમીન પર પડેલા હતા. તેમના ઘરમાં કામ કરતા લોકોએ જણાવ્યું કે રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે તેમના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Back to top button