ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અતીક અહેમદની હત્યા પર અસદુદ્દીન ઓવૈસીની પહેલી પ્રતિક્રિયા, શું કહ્યું ઓવૈસીએ ?

Text To Speech

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા કરવામાં આવી છે. પ્રયાગરાજની હોસ્પિટલ પાસે બંન્નેની હત્યા કરવામાં આવી હતી. અતીક અહેમદ અને અશરફની હત્યા પર અસદુદ્દીન ઓવૈસીએ તીખી પ્રતિક્રિયા આપી છે. વાંચો આ અહેવાલ

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર શનિવારે રાત્રે પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ નજીક હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બંનેના મોત થયા હતા. જ્યારે તેઓ મીડિયાકર્મીઓ દ્વારા ઘેરાયેલા હતા ત્યારે બંને પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હત્યાથી ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશભરમાં ચકચાર મચી ગઈ છે.

અસદુદ્દીન ઓવૈસીએ આ હત્યાને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ Tweet કરીને કહ્યું કે “જે સમાજમાં હત્યારાઓ હીરો હોય, તે સમાજમાં કોર્ટ અને ન્યાય વ્યવસ્થાનો શું કામ? અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેમને હાથકડી પહેરાવવામાં આવી હતી. JSR (જય શ્રી રામ)ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા એ યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. આ એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ આ હત્યા માટે જવાબદાર છે.”

બીજી તરફ ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે કહ્યું કે કોર્ટ, કાયદો બંધારણની હત્યા કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં તમામ અદાલતો બંધ કરી દેવી જોઈએ. બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીએ કહ્યું કે, ઉપરના ઈશારા વિના આ થઈ શકે નહીં. અન્ય કોઈ લોકશાહીમાં કાયદાના શાસન વિરુદ્ધ આવા જઘન્ય અપરાધ માટે રાજ્ય સરકારને બરતરફ કરવામાં આવી હોત.

બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકારના સંસદીય બાબતો અને નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ કહ્યું કે જ્યારે જ્યારે ગુનાની પરાકાષ્ઠા થાય છે, ત્યારે કેટલાક નિર્ણયો આકાશમાંથી લેવામાં આવે છે. હું સમજું છું કે આ કુદરતનો નિર્ણય છે અને તેમાં કંઈ કહેવાની જરુર જ નથી. બાકી તો હવે સમગ્ર પરિસ્થિતિ સામે આવશે ત્યારે અમે કહીશું.

આ પણ વાંચો: અતીક અહેમદની હત્યા બાદ ટ્રેન્ડ થઈ મિર્ઝાપુર વેબ સિરીઝ, કારણ તમને ચોંકાવી દેશે

 

 

Back to top button