ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાબરી ધ્વંસ મુદ્દે ઔવેસીના કોંગ્રેસ-ભાજપ પર વાર, આરોપ-પ્રત્યારોપની રાજનીતિ

Text To Speech

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું, “બાબરી મસ્જિદના ધ્વંસમાં કોંગ્રેસની ભાજપ-RSSની સમાન ભૂમિકા હતી. કમલનાથે આ સાબિત કરી દીધું છે. કોંગ્રેસ અને ભાજપ બંને હિન્દુત્વની વિચારધારા પર કામ કરે છે.”

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બપોરે 12.30 કલાકે યોજાશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. તેની પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું, “જ્યારે રાહુલ ગાંધી જાન્યુઆરીમાં કોઈ પણ કાર્યક્રમમાં જાય ત્યારે પીએમ મોદીએ તેમને પોતાની સાથે લઈ જવા જોઈએ, રામ-શ્યામની જોડી સારી રહેશે. અમને આશા છે કે પીએમ મોદી આવું કરશે.”

રામ મંદિર આખા દેશનું છે- કમલનાથ

અસદુદ્દીન ઓવૈસીને જવાબ આપતા કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યું કે, “કોઈ કંઈ પણ કહે તો પણ હું તેના પર અડગ છું કે ભગવાન રામનું મંદિર આખા દેશનું છે અને તેના પર દરેકનો અધિકાર છે.”

આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે 2 નવેમ્બરે કહ્યું હતું કે, “1985માં રાજીવ ગાંધીએ અયોધ્યામાં તત્કાલીન બાબરી મસ્જિદનું તાળું ખોલ્યું હતું. તેથી રામ મંદિરનો શ્રેય કોઈએ લેવો જોઈએ નહીં.”

તેલંગાણાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપ

સાંસદ અસદુદ્દીન ઓવૈસી તેલંગાણા ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું. હવે AIMIM ચીફે તેમને જવાબ આપ્યો છે.

ઓવૈસીએ કહ્યું કે રાહુલ ગાંધી તેલંગાણાના લોકોને બરાબર એ જ વચન આપી રહ્યા છે જે પીએમ નરેન્દ્ર મોદી કરે છે. સાંસદ રાહુલ ગાંધીએ સીએમ કેસીઆર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, જેના પર ઓવૈસીએ કહ્યું કે તેઓ મોદી 2 બની ગયા છે.

Back to top button