ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી AIMIM લોકસભાની ચૂંટણી લડશે

Text To Speech
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા
  • ગુજરાતમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે
  • AIMIM ઉમેદવાર ઊભા રાખી વોટ કાપી શકે છે

ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી AIMIM લોકસભાની ચૂંટણી લડશે. જેમાં ગુજરાતમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તેમાં AIMIM ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત કરશે તથા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ફરી જોવા મળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી 

AIMIM ઉમેદવાર ઊભા રાખી વોટ કાપી શકે છે

હૈદરાબાદના સાંસદ તેમજ ઓલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન-AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને ભાજપ તેમજ કોંગ્રેસને ટક્કર આપશે. AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM ઉમેદવાર ઉભા રાખશે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનને લઈને AIMIM ઉમેદવાર ઊભા રાખી વોટ કાપી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન 

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યાં હતા

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યાં હતા, પણ આમાંથી એક પણ ઉમેદવાર જીત્યા ન હતા તેમજ આ ચૂંટણીમાં AIMIM પાર્ટીને NOTAથી પણ ઓછા મત મળ્યા હતા.

Back to top button