હિજાબ વિવાદ પર અકળાયા ઓવૈસી, કહ્યું-‘જેને બિકીની પહેરવી હોય તે પહેરો….
હિજાબને લઈને ચાલી રહેલા વિવાદને લઈને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું હિજાબ મુસ્લિમો ‘પછાતપણું’ દર્શાવે છે અને પૂછ્યું કે શું મુસ્લિમ મહિલાઓ દેશના વિકાસમાં યોગદાન નથી આપી રહી. તેણે કહ્યું, ‘જેને બિકીની પહેરવી હોય તે પહેરો, તમે કેમ ઈચ્છો છો કે અમારી દીકરી હિજાબ ઉતારે અને મારે દાઢી કપાવી દેવી જોઈએ.’
હિજાબ પ્રતિબંધ પર વિભાજિત નિર્ણય બાદ પોતાના સંબોધનમાં ઓવૈસીએ કહ્યું કે જો મુસ્લિમ મહિલાઓ માથું ઢાંકવા માંગે છે તો તેનો અર્થ એ નથી કે તેઓ પોતાની બુદ્ધિ ઢાંકી રહી છે. “તેઓએ કહ્યું કે મુસ્લિમો નાના બાળકોને હિજાબ પહેરવા માટે મજબૂર કરી રહ્યા છે. શું આપણે ખરેખર આપણી છોકરીઓ પર દબાણ કરીએ છીએ?” ઓવૈસીએ આ મામલે અનેક સવાલો પૂછ્યા હતા.
કર્ણાટક હિજાબ વિવાદ પર ઓવૈસી લાલઘુમ
કર્ણાટક હિજાબ પ્રતિબંધ વિવાદનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું, “જ્યારે હિન્દુ, શીખ અને ખ્રિસ્તી વિદ્યાર્થીને તેમના ધાર્મિક વસ્ત્રો પહેરીને વર્ગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે અને મુસ્લિમને અટકાવવામાં આવે છે, ત્યારે તેઓ મુસ્લિમ વિદ્યાર્થીઓ વિશે તમે શું વિચારો છો? સ્વાભાવિક રીતે, તેઓ વિચારશે કે મુસ્લિમો આપણાથી નીચે છે.”
ઓવૈસીએ બિકીની પર સવાલ ઉઠાવ્યા
તેણે કહ્યું હતું કે ‘આ બાબતને કારણે ઘણા લોકો માટે માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થયો જ્યારે મેં કહ્યું કે આ દેશને એક દિવસ હિજાબ પહેરીને વડાપ્રધાન મળશે. હું આવું કેમ ન કહું? તે મારું સ્વપ્ન છે. તેમાં શું ખોટું છે? પરંતુ તમે કહો છો કે હિજાબ ન પહેરવો જોઈએ. પછી શું પહેરવું? બિકીની? તમને તે પહેરવાનો પણ અધિકાર છે. તમે શા માટે ઈચ્છો છો કે અમારી દીકરીઓ તેમનો હિજાબ ઉતારે અને હું મારી દાઢી કપાવું?