ટ્રેન્ડિંગનેશનલમીડિયા

સૂર્યા હત્યા કેસમાં મુખ્ય આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર, માતાએ આ માગ કરી

Asad encounter:   ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલા સૂર્યા હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કેસના મુખ્ય આરોપી અસદનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. અસદ પર પોલીસે 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અસદ પોતાના એક મિત્ર પાસેથી પૈસા લેવા ગયો હોવાની માહિતી મળતા પોલીસ ટીમે તેને ઘેરી લીધો હતો. પોલીસે તેને આત્મસમર્પણ કરવા કહ્યું હતું, પરંતુ આરોપીએ પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ થયેલી જવાબી કાર્યવાહીમાં અસદ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને અસદ વચ્ચે આશરે 10 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જણાવાયું છે. ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અસદના મોત બાદ સૂર્યાની માતા સરોજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને એન્કાઉન્ટરની માહિતી મળી છે, પરંતુ તેઓ અસદનો ફોટો જોયા પછી જવિશ્વાસ કરશે. તેમણે જણાવ્યું કે તેમના પુત્રની હત્યામાં સામેલ તમામ આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

સરોજે વધુમાં કહ્યું કે તેમના પુત્ર પર એક સાથે અનેક લોકોએ હુમલો કર્યો હતો. કોઈએ તેના હાથ પકડી રાખ્યા હતા તો કોઈએ પગ. તેથી કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ.

પોલીસ તપાસ મુજબ, જૂની અદાવતને કારણે બકરી ઈદના દિવસે અસદે સૂર્યા પર ચાકૂથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા સૂર્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 29 મેના રોજ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને લોકો આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા. હાલમાં પોલીસ બાકીના આરોપીઓની શોધખોળ અને તપાસ આગળ ધપાવી રહી છે.

પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ કાયદાકીય પ્રક્રિયા મુજબ કરવામાં આવી રહી છે અને કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : Mangal Gochar: 21 જૂનથી ચમકી શકે છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, મંગળ આપશે અનેક લાભ

Back to top button