ટોપ ન્યૂઝનેશનલ

અતીક અહમદને ફરાર કરવા અસદ અને ગુલામે બનાવ્યો હતો આ પ્લાન, ADG પ્રશાંત કુમારે કર્યો ખુલાસો

  • અસદના એન્કાઉન્ટર બાદ યુપીના ડીજી લો એન્ડ ઓર્ડરે કર્યો ખુલાસો
  • બંન્ને આરોપીઓ અતીકને છોડાવવાની બનાવી હતી યોજના
  • DGP STFની ટીમના સભ્યોને પાઠવ્યા અભિનંદન

ઉમેશ પાલની હત્યામાં ફાયરિંગ કરનાર અતીકના પુત્ર અને અસદના એન્કાઉન્ટર બાદ યુપીના ડીજી લો એન્ડ ઓર્ડરે મીડિયાને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે અસદ અને ગુલામ બંને અતીકને છોડાવવાની યોજના બનાવી રહ્યા હતા, પોલીસને આવી માહિતી મળી હતી.

અતીકને ફરાર કરવાની બનાવી હતી યોજના

ઉમેશ પાલ હત્યા કેસમાં આજે UP STFએ મોટી કાર્યવાહી કરી છે. માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ અહેમદનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ત્યારે આ એન્કાઉન્ટરને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. અસદ અને ગુલામ માફિયા અતીક અહેમદના પોલીસ કાફલા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસને આ અંગેની માહિતી મળી અને બંને કાર્યવાહીમાં માર્યા ગયા.

જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા આરોપીઓ

આ અંગે યુપી એસટીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું કે એસટીએફનો પ્રયાસ આરોપીને જીવતો પકડવાનો હતો. એસટીએફની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો હતો.

ઉમેશ પાલ હત્યા કેસ-humdekhengenews

સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કર્યો ખુલાસો

અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર બાદ સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ વાતનો ખુલાસો કર્યો હતો.એન્કાઉન્ટર પછી પ્રશાંત કુમારે કહ્યું કે, પોલીસને માહીતી મળી હતી કે આ બે શાર્પ શૂટર્સ અતીકના કાફલા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. અતીક હુમલો કરીને ફરાર થઈ શકે તેવી આશંકા હતી. આ પછી, બાતમીદાર પાસેથી મળેલી માહિતી અનુસાર, બપોરે 12.30 વાગ્યે ઝાંસીમાં પોલીસની ટીમે કેટલાક લોકોને રોક્યા અને તેઓએ પોલીસ પર ગોળીબાર કર્યો. જે બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો. આ અથડામણમાં બે લોકો ઘાયલ થયા હતા જેઓ બાદમાં મૃત્યુ પામ્યા હતા. તેમની ઓળખ અતીકના પુત્ર અસલ અને ગુલામના પુત્ર મકસુદન તરીકે થઈ હતી. આ બંને 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યામાં સામેલ હતા. બધાએ આ બંનેને જોયા હતા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને લોકો પાસેથી વિદેશી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા હતા. બંને પર 5 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

 DGPએ ટીમના તમામ સભ્યોને આપ્યા અભિનંદન

ભવિષ્યમાં પણ ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. STFની ટીમે મુશ્કેલ અને પડકારજનક કામગીરીને અંજામ આપ્યો છે, ટીમના તમામ સભ્યોને DGP અને સરકારી સ્તરેથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અસદના એન્કાઉન્ટર પછી હવે ગુડ્ડુ મુસ્લિમનો વારો? UP STF એ ગુડ્ડુ મુસ્લિમને ઘેર્યો

Back to top button