નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થવા જઈ રહ્યું છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદના શિયાળુ સત્ર પહેલા ભાજપના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલ સહિત કુલ 25 ખરડા સામેલ છે. સત્રના પ્રથમ દિવસે જેમનું નિધન થયું હોય તેવા દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. PM મોદી આજે સવારે એટલે કે સંસદના શિયાળુ સત્રના શરૂ થતા પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે જી-20ની યજમાનીની મોટી તક મળી હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ સત્રમાં દેશને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા માટે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતને આગળ વધારવા માટે જરુરી નવા અવસરને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણય આ સત્રમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે તે વાત પર ભાર મૂક્યો હતો.
G-20 યજમાનીથી દુનિયાની સામે ભારતની ક્ષમતાને પ્રદર્શિત કરવાની તક- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સંસદ પહોંચી મીડિયાને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે- ભારતને જી-20ની યજમાની કરવાની મોટી તકી મળી છે. આ જી-20 સમિટ માત્ર એક કૂટનીતિક કાર્યક્રમ મથી. આ દુનિયાની સામે ભારતની ક્ષમતાને પ્રદર્શિત કરવાની તક છે. આટલો મોટો દેશ, લોકતંત્રનની જનની, આટલી વિવિધતા, આટલી ક્ષમતા જે દુનિયા માટે ભારતને જાણવા અને ભારત માટે દુનિયાને પોતાની ક્ષમતા દેખાડવાની તક સમાન છે.
May the Winter Session of Parliament be a productive one. https://t.co/uYJvkP5nCj
— Narendra Modi (@narendramodi) December 7, 2022
‘આ સત્રમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે’
વડાપ્રધાન વધુમાં કહ્યું કે- જે રીતે ભારતે વૈશ્વિક સમુદાયમાં પોતાની જગ્યા બનાવી છે, જે રીતે ભારત પ્રત્યે આશા વધી છે અને જે રીતે ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારી રહ્યું છે એવા સમયમાં ભારતને જી-20 પ્રેસિડન્સી મળી તે મોટી વાત છે. તેમણે કહ્યું કે- આ સત્રમાં દેશને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા માટે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતને આગળ વધારવા માટે જરુરી નવા અવસરને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણય આ સત્રમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
25 ખરડા લાવવાની તૈયારી
સંસદનું શિયાળુ સત્ર ભલે જ નાનું હોય પરંતુ સરકાર તેમાં વધુને વધુ કામ પૂરા કરવાનું લક્ષ્ય રાખે છે. સૂત્ર દ્વારા મળતી જાણકારી મજુબ આ સત્રમાં સરકાર લગભગ 25 ખરડાને પસાર કરી શકે છે, જેને સંસદની કાર્યસૂચીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં બાયોલોજિકલ ડાયવર્સિટી, વાઈલ્ડ લાફ કન્ઝર્વેશન ખરડો, ફોરેસ્ટ બિલ, રાષ્ટ્રીય દંત આયોગ બિલ, નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કમીશન બિલ, કેન્ટોનમેન્ટ બિલ, અને જૈવ વિવિધતા બિલ મુખ્ય છે. કેટલાંક એવા ખરડા છે જે ગત સત્રથી જ ગૃહમાં અટકેલા પડ્યા છે.
ડૉ. એસ જયશંકર સંસદને સંબોધિત કરશે
ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર આજે શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદ સંબોધિત કરશે.