- પોરબંદરમાં 14.0 ડિગ્રી, કેશોદમાં 12.5 ડિગ્રી તાપમાન
- હાલ ઠંડી રાત્રે તથા વહેલી સવારના સમયે વર્તાઈ રહી છે
- ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે
વેસ્ટર્ન ડિટર્બન્સ સક્રિય થતા ગુજરાતની ઠંડીમાં જોવા ફેરફાર મળશે. તેમજ ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન રહેશે. તથા 1 થી 2 ડિગ્રીનો ફેરફાર થવાથી મહત્તમ તાપમાન વધશે. સાથે જ પવનની ગતિ 15 કિમી આસપાસ રહી શકે છે.
હાલ ઠંડી રાત્રે તથા વહેલી સવારના સમયે વર્તાઈ રહી છે
હાલ ઠંડી રાત્રે તથા વહેલી સવારના સમયે વર્તાઈ રહી છે. કેટલાક ભાગોમાં ઠંડીની રાહત જોવા મળી રહી છે. હવે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા 5 દિવસની જે આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ દરમિયાન માવઠા કે કમોસમી વરસાદની શક્યતાઓ નથી. પાંચ દિવસની આગાહીમાં કોઈ મોટી ચેતવણી પણ કરવામાં આવી નથી.
પોરબંદરમાં 14.0 ડિગ્રી, કેશોદમાં 12.5 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગે ઠંડી અને હાલના તપામાન અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં કચ્છના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાન વધ્યાનું જણાવ્યું છે. પરંતુ આગામી 4-5 દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ ન હોવાનું પણ જણાવ્યું છે. જોકે, તે પછી તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં 1થી 2 ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાયું છે. તથા
11 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં 13.9 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી, વલસાડમાં 14.0 ડિગ્રી, સુરતમાં 16.7 ડિગ્રી, પોરબંદરમાં 14.0 ડિગ્રી, કેશોદમાં 12.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.