મકરસક્રાંતિએ ચંદ્ર વાયુ મંડળમાં હોવાથી થશે આ મોટો ફેરફાર


મકરસક્રાંતિએ ચંદ્ર વાયુ મંડળમાં હોવાથી આ વર્ષે દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ રહેશે. જેમાં સક્રાંતિના દિવસે કરેલું પુણ્યદાન અનેકગણું ફળ આપે છે. તથા 2024માં ઉત્તરાયણ રવિવારે આવશે, 26 કલાક 44 મિનિટે શરૂ થશે. જેમાં ચંદ્ર વાયુ મંડળમાં હોવાથી આ વર્ષમાં દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ વધુ રહેવાની સંભાવના છે.
ઉત્તરાયણે પવન 17 કિ.મી. સુધી ફૂંકાશે
ઉત્તરાયણના પવન સાથે જોતા આ વખતે આ દિવસે બપોર પહેલાં પવનની ગતિ આશરે 13થી 17 કિલોમીટરની ઝડપથી રહેવાની સંભાવના રહે. કેટલાક ભાગોમાં 9થી 10 કિલોમીટરની ઝડપનો પવન રહે. આંચકાના પવનથી ગતિ વધી શકે. બપોર બાદ પવનની ગતિ મંદ પડી શકે. 15મી જાન્યુઆરીએ પવનની ગતિમાં બહુ ફેરફાર રહે નહીં. પવનની દિશા જોતા, પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઈશાનની રહેવા સંભવ રહે. દિવસ દરમિયાન દિશા બદલાયા કરે. કોઈ કોઈ ભાગમાં દક્ષિણ ઉત્તરની રહી શકે. જુદા જુદા ભાગોમાં પવનની દિશા બદલાઈ શકે.
આ પણ વાંચો: “દાદા”ના નવા મંત્રી આવ્યા, જુના સાહેબો સરકારી ઘર ખાલી કરો
ચંદ્ર વાયુ મંડળમાં હોવાથી આ વર્ષમાં દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ વધુ
ઉત્તરાયણ અને દક્ષિણાયન બે અયનો છે. લગભગ સૂર્ય દર મહિનાની 14/15/16 જાન્યુઆરીની તારીખોમાં રાશિ બદલે છે. સક્રાંતિના દિવસે કરેલ પૂણ્યદાન અનેકગણું ફળ આપે છે, તેવું શાસ્ત્રની દૃષ્ટિએ માનવામાં આવે છે, તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે. ઉત્તરાયણની ગણતરી જોઈએ તો તિથિમાં 11, વારમાં 1, એક, ઉમેરતાં તે પછીની ઉત્તરાયણ આવે છે. લગભગ જાન્યુઆરી 2023ની ઉત્તરાયણ પોષ વદ-7ને શનિવાર છે. આ ગણતરી મુજબ જાન્યુઆરી 2024નું ઉત્તરાયણ પોષ સુદ ત્રીજ (3) અને રવિવારે આવે છે. જાન્યુઆરી 2024નું ઉત્તરાયણ 26 કલાક 44 મિનિટે થાય છે. જેમાં લગભગ 10 મિનિટ જેવો ફરક આવે છે. આ ગણતરી અંદાજીત છે. સાયન્સ પ્રમાણે આ વખતે મકરસંક્રાંતિનું ફળ મધ્યમ રહે. ચંદ્ર વાયુ મંડળમાં હોવાથી આ વર્ષમાં દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ વધુ રહેવાની સંભાવના ગણાય.