સ્થાનિક મુદ્દાનો હલ ન આવતા મત માંગવા પહોંચેલા નેતાઓની બોલતી બંધ થઈ, જુઓ વિડીયો
વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ટીમ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે વિરોધનાસૂર પણ ઘણી જગ્યાથી સાંભળવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગઢ એવા નવસારીમાં જ સ્થાનિક લોકોનો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના મતવિસ્તારમાં સ્થાનિક જનતાનો રોષ
ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ સામે ગ્રામજનોનો હોબાળો#GujaratElections2022 #GujaratElections #GujaratElection2022 #GujaratAssemblyPolls #Gujarat @BJP4Gujarat #GujaratiNews #HumDekhengeNews pic.twitter.com/tURuifxzwV— Hum Dekhenge News (@humdekhengenews) November 19, 2022
એટલું જ નહીં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવારનો પણ ઉધડો કાઢી નાખ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે નવસારી વિધાનસભામાંથી ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ ચૂંટણી પ્રચાર માટે ગામે ગામ ફરી રહ્યા છે. ત્યારે અંચેલી ગામમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. જોકે લાંબા ગાળાથી પડતર માગણીઓ અંગે અનેક રજૂઆતો કરવા છતાં તેનું નિકારણ ન આવતા પબ્લિકે ભાજપના ઉમેદવાર પર જ ગુસ્સો ઉતારી કાઢ્યો અને ખૂબ ખરી-ખોટી સંભળાવી હતી. સમગ્ર ઘટનાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં મત માગવા ગયેલા નેતા પણ વિલા મોઢે ખુરશીમાં બેસીને બધુ સાંભળતા રહ્યા.
આ પણ વાંચો : છેલ્લાં ત્રણ દશકામાં ગુજરાતના મતદારોનો કેવો રહ્યો છે મિજાજ, રાજ્યમાં કયા આધારે થયું મતદાન
શું છે ઘટના
નવસારીના ગણદેવી તાલુકાની આસપાસનાં 19 ગામના લોકો અત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. અહીં સ્થાનિક જનતાએ ટ્રેન નહીં તો વોટ નહીં એવા બેનરો લગાડ્યા છે. કોરોના દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલાં, પશ્ચિમ રેલવેએ અંચેલી ગામ સ્ટેશન પર લગભગ 16 ટ્રેનોને સ્ટોપેજ આપ્યું હતું. પરંતુ લોકડાઉન હટાવ્યા બાદ આ ગામમાં માત્ર 11 ટ્રેનો જ ઉભી રહે છે, જેના કારણે અંચેલી અને આસપાસના 19 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યા અંગે સી.આર.પાટીલ, રેલવે મંત્રી દર્શના જરદોસ સાથે વાત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. જે બાદ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.