ગુજરાતમાં વિરોધપક્ષના નેતા તરીકે કોંગ્રેસમાં આ દિગ્ગજના નામ પર મહોર વાગશે!
ગુજરાત વિધાનસભામાં નવી સરકારના પ્રથમ સત્ર શરૂઆત થઇ જશે. જેમાં કોંગ્રેસ હજુ પણ ઊંઘમાં હોય તેમ લાગી રહી છે. કારણ કે કોંગ્રેસમાં ધારાસભ્ય દળના નેતાનું નામ નક્કી કરવાનું હજુ પણ બાકી છે. તેમજ પ્રદેશ કોંગ્રેસે નિર્ણય હાઇકમાન્ડ પર ઢોળ્યો છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે
આજે ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભામાં સત્તાવાર રીતે શપથ લીધી છે. તેમજ રવિવારે મોડી સાંજે ગાંધીનગરમાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા, ઉપનેતા અને દંડકની પસંદગી માટે કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં 17 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં નેતા સહિતના પદ પર નિયુક્તિ માટે હાઈકમાન્ડને સત્તા સોંપતો ઠરાવ પસાર કરાયો હતો. વિધાનસભામાં નેતા પદ માટે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ઉપરાંત વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા, દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નામ મોખરે છે.
આ પણ વાંચો: સુરત ટ્રાફિક પોલીસ અકસ્માતમાં મદદ કરનારને રૂ.1 લાખનું ઈનામ આપશે
કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 17ની થઈ
ગુજરત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં ભવ્ય વિજય થયો છે. અને 156 ધારાસભ્યો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 17ની થઈ ગઈ છે. આગામી ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે. વિધાનસભાના સત્ર પહેલાં પ્રણાલિકા મુજબ વિરોધપક્ષ કોંગ્રેસે તેમના નેતાપદ માટે એક ધારાસભ્યની વરણી કરવાની હોય છે. આ ઉપરાંત ઉપનેતા અને દંડક તરીકે એક-એક ધારાસભ્યની નિમણૂક કરવાની હોય છે.
આ પણ વાંચો: અમદાવાદ – મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટ ગતિએ દોડ્યું, જાણો તેની સમગ્ર માહિતી
હાઈકમાન્ડ નક્કી કરે તે ધારાસભ્યને ટેકો આપવાની ખાતરી આપી
ત્રણેય મહત્વના પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે એઆઈસીસીના મહાસચિવ બી.કે. હરિપ્રસાદ શનિવારે મોડી સાંજે ગુજરાત આવી પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના સિનિયર નેતાઓ સાથે બેઠક યોજીને નેતાપદ અંગે ચર્ચા કરી હતી. ત્યારે તમામ ધારાસભ્યોએ નિરીક્ષકને હાઈકમાન્ડ નક્કી કરે તે ધારાસભ્યને ટેકો આપવાની ખાતરી આપી હતી.