શ્રાવણ માસના તેહવારો હવે નજીક આવી રહ્યા છે. ત્યારે આ પહેલા સિંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.જેના કારણે આ તહેવારોમાં ફરસાણ મોંઘુ બનશે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે.
સિંગતેસના ભાવમાં વધારો થયો
એક તર જનમાષ્ટમી, સાતમ, આઠમ રક્ષાબંધન સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.આજે સિંગતેલના ભાવમાં રૂ. 20 નો વધારો ઝીંકાયો છે. તો બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે.
આ પણ વાંચો : જમ્મુ-કશ્મીર : આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, છેલ્લા 24 કલાકમાં ચાર આતંકીઓ ઠાર
જાણો ડબ્બાનો નવો ભાવ
નવા ભાવ મુજબ, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 3080 થયો છે, જ્યારે બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1735 રૂપિયા થયો છે.આમ તહેવારોની સીઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા છે.તેલમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મગફળીમાં અછત છે. અને તહેવારોની સિઝનમાં મગફળીના તેલની ડિમાન્ડ વધારે હોવાથી આ તહેવારોમાં તેલના ભાવ ઘટવાની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે