રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, આ વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી
છેલ્લા કેટલાક દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે હવામાનની આગાહી પ્રમાણે અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું હતું. જેથી લોકોને ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હવે ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. ત્યારે હવે રાજયમાં લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં હાડથીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતુ કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે એટલે કે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી.
ગઈ કાલનું તાપમાન
ગઈ કાલના તાપમાનનની વાત કરવામા આવે તો અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતા તાપમાન ગગડયું છે. બપોરે પણ તાપમાન ઘટવાની શરૂઆત થઇ છે. હાલ નલિયા અને કચ્છમાં ઠંડીનો પારો ગગડતા લોકો હાડ થીજવતી ઠંડીથી ઠુંઠવાયા હતા, જ્યારે આગામી દિવસોમાં હજુ પણ તાપમાન ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને સાથે જ હવામાનવિભાગ દ્વારા આજે નલિયા અને કચ્છના કેટલા વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો આજે 10મો દિવસ, જાણો શું છે ખાસ