ગુજરાત

આત્મહત્યાના કેસ વધતા ગૃહવિભાગે તણાવમાં રહેતા પોલીસ કર્મીઓની યાદી મંગાવી

Text To Speech

પોલીસ ખાતામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો વધ્યા છે ત્યારે ગૃહ વિભાગ આ મામલે હવે ઢીલ મૂકવા માંગતુ ન હોય તેવું લાગી રહ્યું છે. આત્મહત્યાના બનાવો ન બને તે માટે ગૃહ વિભાગ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત પોલીસ-humdekhengenews મળતી માહિતી મુજબ ગૃહવિભાગ દ્વારા તણાવમાં રહેતા પોલીસ કર્મીઓની એક યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ યાદી તૈયાર કર્યા બાદ તણાવમાં રહેતા પોલીસ કર્મીઓને તણાવમુક્ત કરવા માટે અલગ અલગ સેશન રાખી તેમણે તણાવમૂકત્ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. વધુમાં ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે ગાર્ડઝ અને કમાન્ડોની પણ બદલી કરવામાં આવશે જેથી એક જ જગ્યાએ રહીને પણ તણાવ અનુભવતા કર્મીઓને લાભ થશે. કાયદો અને વ્યવસ્થાના ADGP નરસિંહા કોમારે રાજ્યના તમામ પોલીસ વડા અને IG ને પત્ર લખી તણાવ અને ડિપ્રેશનમાં રહેતા પોલીસકર્મીઓની યાદી માંગવી છે.

આ પણ વાંચો : લિવ ઇન પાર્ટનરની હત્યાનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો, પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી
પોલીસ કર્મી - Humdekhengenewsઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયમાં પોલીસ ખાતામાં આત્મહત્યાના અનેક બનાવો બનતા ગૃહ વિભાગે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તણાવમાં રહેતા પોલિસ કર્મીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે બાદમાં જરૂરિયાત પ્રમાણે જે તે પોલીસ કર્મીને તણાવમુક્ત કરવા માટે અલગ અલગ સેશન મારફતે તેમણે તણાવમુક્ત કરવા પ્રયત્ન કરવામાં આવશે.

Back to top button