ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

લાઈટ ચાલુ કરતા જ ઘરમાં ઘૂસી જાય છે વરસાદી જીવડાં? આ રીતે મેળવો છૂટકારો

  • વરસાદ ચાલુ હોય તે સમયે નહીં, પરંતુ વરસાદ બંધ થાય અને તરત જ આ વરસાદી જીવડાં ઘરમાં ઘૂસી જાય છે, ઘણા લોકો તેને પાંખો વાળા જીવડાં પણ કહેતા હોય છે

વરસાદની સીઝન પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. આ સમસ્યાઓમાં આરોગ્ય ઉપરાંત ઘરની સાફસફાઈ પણ સામેલ છે. આ સીઝનમાં સૌથી વધુ ત્રાસ વરસાદમાં ઘરમાં ધૂસી જતા જીવડાંનો હોય છે. વરસાદ ચાલુ હોય તે સમયે નહીં, પરંતુ વરસાદ બંધ થાય અને તરત જ આ વરસાદી જીવડાં ઘરમાં ઘૂસી જાય છે, ઘણા લોકો તેને પાંખો વાળા જીવડાં પણ કહેતા હોય છે. તેને ઘરની બહાર કાઢવા અત્યંત મુશ્કેલ કામ લાગે છે. જો તમે પણ વરસાદની સીઝનમાં આ જીવડાંઓથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો કેટલાક ઉપાયો તમારી મદદ કરી શકે છે.

લાઈટવાળા વરસાદી જીવડાંથી છૂટકારો અપાવશે આ ટિપ્સ

લાઈટ ચાલુ કરતા જ ઘરમાં ઘુસી જાય છે વરસાદી જીવડાં? આ રીતે મેળવો છુટકારો hum dekhenge news

ઘરની સાફ સફાઈનું રાખો ધ્યાન

વરસાદના કીડા અને લાઈટની આસપાસ ફરતા જીવડાંને ઘરમાં ઘૂસતા રોકવા માટે સાફસફાઈ ખૂબ જરૂરી છે. એક ડોલમાં થોડું પાણી લો, હવે તેમાં એક લીંબુને રસ અને એક કપ વિનેગર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને એક કપડામાં લગાવીને ઘરની બારીઓ અને દરવાજા સાફ કરો. આ કપડાથી રૂમના બલ્બ અને ટ્યૂબલાઈટ સાફ કરો. આ ઉપાયથી ઘરમાં વરસાદના જીવડાં નહીં આવે.

બ્લેક સ્ક્રીન

ઘરની બારીઓ અને જાળીદાર દરવાજાઓ પર બ્લેક સ્ક્રીન લગાવો, તેનાથી લાઈટવાળા જીવડાંથી રાહત મળશે. બારી અને દરવાજા પર સ્ક્રીન લગાવવાથી ઘરની રોશની બહાર દેખાતી નથી અને કીડા લાઈટ તરફ આકર્ષાતા નથી.

બેકિંગ સોડાનો સ્પ્રે

જીવડાંને ભગાડવા માટે લીંબુ અને બેકિંગ સોડાને મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો અને ત્યારબાદ તેને સ્પ્રે બોટલમાં ભરો. આ મિશ્રણને જીવડા પર છાંટવાથી કીડા ભાગી જાય છે.

લીમડાનું તેલ

આયુર્વેદ અનુસાર વરસાદના દિવસોમાં ઘરને કીડા-મકોડાથી સુરક્ષિત રાખવા માટે લીમડાનું તેલ ખૂબ અસરદાર હોય છે. આ જીવાત રોકવા માટે ઘરમાં દરેક જગ્યાએ લીંબોળીના તેલનો છંટકાવ કરો.

એરફ્રેશનર

લાઈટની તરફ આકર્ષિત થનારા જીવડાને રોકવા માટે ઘરે નેચરલ એરફ્રેશનર તૈયાર કરો. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા એક કટોરીમાં પાણી ભરીને તેમાં એકાદ બે ચમચી સોડા, નીલગીરીનું તેલ, સિટ્રોનેલા એસેન્શિયલ ઓઈલ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ તમામ વસ્તુઓને સ્પ્રે બોટલમાં ભરીને ઘરની લાઈટની આસપાસ સ્પ્રે કરો.

આ પણ વાંચોઃ હાડકાંને મજબૂત કરવા હશે તો ફક્ત કેલ્શિયમથી નહીં ચાલે, સાથે જોઈએ આ પણ!

Back to top button