શિયાળો આવતા જ ફરી વકર્યો કોરોના : આ દેશોમાં અચાનક વધવા લાગ્યા કેસો
ભારતમાં કોરોનાનાં કેસો ઘટી ગયા છે, પરંતુ વિદેશોમાં કોરોનાનાં કેસો વધવા લાગ્યા છે. શિયાળો જામવાની સાથે જ યુરોપનાં અમુક દેશોમાં કોરોના વધવા લાગ્યો છે અને ફરી કોરોનાની નવી લહેર આવવાનું જોખમ વધ્યું છે. આ સિવાય ઓમિક્રોનનાં નવા પેટા વેરિયન્ટ પણ જોવા મળ્યાં છે. આ વેરિયન્ટે WHO ની પણ ચિંતા વધારી છે. ઉનાળા દરમ્યાન આવેલા BA-4 અને BA-5 પેટા વેરિયન્ટ જ હાલ વધી રહેલા કોરોનાનાં કેસોનું કારણ છે. WHO કહ્યું છે કે વૈજ્ઞાનિકો આ નવા વેરિયન્ટ પર નજર રાખી રહ્યાં છે.
આ પણ વાંચો : અમેરિકાના ઓહાયોમાં ફૂટબોલ મેચ દરમિયાન ગોળીબાર, ત્રણ લોકો ઘાયલ
WHO એ જારી કર્યા આંકડા :
WHO એ તાજેતરમાં જ કોરોનાનાં વધતાં કેસોનાં આંકડા બહાર પાડ્યાં છે. આ આંકડાઓ મુજબ અત્યારે ઈટાલીમાં કોરોનાનાં લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યામાં 32 ટકા જેટલો વધારો થયો છે. જ્યારે આઈ.સી.યુ માં ભરતી થનાર દર્દીઓની સંખ્યામાં પણ ગયા સપ્તાહની સરખામણીએ 21 ટકા જેટલો વધારો થયો છે. આ સિવાય બ્રિટનમાં પણ ગયા અઠવાડિયાની તુલનામાં કોરોનાની સારવાર લેનાર દર્દીઓની સંખ્યામાં પણ 45 ટકા જેટલો વધારો થયો છે. આ બાબતે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વેક્સિનની ઉપલબ્ધિનાં ભ્રમને લીધે બુસ્ટર ડોઝની અસર પણ મર્યાદિત થઈ જવાની સંભાવના છે.