મતદાન પૂરું થતાની સાથે જ ભાજપે મતગણતરી પર વોચ રાખવા ટ્રેનિંગ સેશન શરૂ કર્યું
મતદાન પૂરું થતાની સાથે જ ભાજપે મતગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં આજે મતગણતરી માટે રોકાયેલા ભાજપના એજન્ટોની ટ્રેનિંગ બેઠક કરવામાં આવી છે. જેમાં 8 મી ડિસેમ્બરની મતગણતરી માટેનું ટ્રેનિંગ સેશન યોજાશે. મતગણતરી અંગેની ઝીણામાં ઝીણી બાબતો અંગે ભાજપના એજન્ટોને માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસના 21 નેતાઓ પર પક્ષની લાલઆંખ, રિપોર્ટ આવતા થશે “ઘરભેગા”
93 બેઠકોના એજન્ટોને ટ્રેનિંગ અપાશે
પહેલા તબક્કાની 89 અને બીજા તબક્કાની 93 બેઠકોના એજન્ટોને ટ્રેનિંગ અપાશે. જેમાં એજન્ટોને મતગણતરીની ટ્રેનિંગ આપવાનું ભાજપનું આયોજન છે. તેમાં મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે બંને તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. આજે ભારતીય જનતા પાર્ટી સારી રીતે મતગણતરી થાય તે માટે 600થી વધારે કાર્યકર્તાઓને હાજર રાખી તેમની ટ્રેનિંગ કરવામાં આવી રહી છે.
બન્ને તબક્કાનું સરેરાશ 63 ટકા મતદાન થયુ
ઉલ્લેખનીય છે કે ચૂંટણી કર્મચારીઓને સહયોગ આપી ઉમેદવારોની સાથે રહે તેવી પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. તથા તે માટે આ ટ્રેનિંગ કરવામાં આવી રહી છે. બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 2.51 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. જેમાં 1.29 કરોડ પુરુષો અને 1. 22 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોમાં 5.96 લાખ મતદારો 18 થી 19 વર્ષના વયજૂથના છે.ચૂંટણી પંચે 14,975 મતદાન મથકો બનાવ્યાં હતા, જ્યાં 1.13 લાખ ચૂંટણી કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. તેમજ બન્ને તબક્કાનું સરેરાશ 63 ટકા મતદાન થયુ છે.