ગુજરાતટ્રેન્ડિંગ

નવી સરકારની રચના થતા જ યુવરાજસિંહે યાદ કરાવ્યું પેપર લીક કૌભાંડ, ટ્વિટ કરી કર્યા સવાલ

ગુજરાતમાં નવી સરકારની રચના કર્યા બાદ તુરંત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારને પેપર લીક કૌભાંડ યાદ કરાવ્યું અને આ ઘટનાને એક વર્ષ થઇ ગયું છે. ત્યારે આ મામલે હજુ સુધી કેમ કોઇ કાર્યવાહી નથી કરાઇ તેને લઇને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

પેપર લીક કૌભાંડ મામલે કર્યા સવાલ

ભાજપે બહુમતીથી જીત મેળવ્યા બાદ નવી સરકારની રચના પણ કરી દીધી છે. ગઇ કાલે નવી સરકારના નવા મંત્રીઓએ પદ પણ સંભાળી લીધા છે. ગઇ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પોતાના પદનો કાર્યભાર સંભાળી લીધો છે. અને દરેક મંત્રીઓ કામે પણ લાગી ગયા છે. ત્યારે હવે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સરકારને પેપરલીક કૌભાંડ મામલે ઘેરી છે. અને આજે યુવરાજસિંહે ટ્વિટ કરીને જુની કેટલીક ક્લીપો રજૂ કરીને સરકારને અનેક સવાલો કર્યા છે.

યુવરાજસિંહ જાડેજા-humdekhengenews

યુવરાજ સિંહે ટ્વીટ કરી શુ કહ્યું

ગઇ કાલે નવી સરકારના મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળી લીધો હતો. ત્યાર બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરી કહ્યું કે “આજે એક વર્ષ પૂર્ણ. જે લોકો આ બાબતને છવરનાર હતા તેમની રાજકીય નિમણુંક પણ થઈ ગઈ ! દાખલારૂપ કાર્યવાહી હજી સુધી કોઈ થઈ નથી. ચમરબંધી કેટલા પકડ્યા અને કેટલા છૂટી ગયા તે તો સરકારી ચોપડા જ જાણે ! શું સિસ્ટમ માં ક્યારેય સુધારો થશે ? હકદાર ને હક મળશે? મહેનેતું ને મહેનત નો કોળિયો મળશે?

વધુ એક ટ્વિટ કરી યુવરાજસિંહે લખ્યું હતું કે “ઉંચ્છા ફાર્મ હાઉસ ખાતે હેડ ક્લાર્ક પેપર લિકજ ઘટના ને એક વર્ષ પૂર્ણ. ,તે સમય ના તત્કાલીન મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ ચમરબંધી ને છોડીશું નહી, આરોપીઓ ને કડક સજા કરીશું, ફાસ્ટ્રેક કોર્ટ માં ચુકાદો ચાલશે. એક મહિનાની અંદર સજા થશે ! દાખલો બેસાડિશુ. શું આવું કંઈ થયું ?

પરિક્ષાઓમાં પેપર લીક મામલે યુવરાજસિંહની લડત

અત્રે ઉલ્લેકનીય છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતમાં થયેલા પેપર લીક કૌભાંડ મામલે લડત લડી રહ્યા છે. યુવરાજસિંહે ભુતકાળમા લેવાયેલ 6 પરીક્ષાઓના પેપર ફુટ્યા છે તેમજ પેપર ફોડી લાખો રૂપિયા ઉમેદવાર પાસે લેવામા આવ્યા હોવાનો આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો હતો. આ લડતમાં તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું. છતા પણ યુવરાજસિંહે હાર માની ન હતી અને આ મામલે લડત ચાલુ રાખી હતી. ત્યારે આજે ફરી તેમણે ટ્વિટ કરી આ મામલે સરકાર સામે સવાલો કર્યા છે.

આ પણ વાંચો :“પક્ષ છોડીને તમારે ક્યાય નથી જવાનું”, આપના MLAને લોકોએ લેવડાવ્યું વચન

Back to top button