ગુજરાત

જૂન મહિનો પૂરો થતા જ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર આવી શકે છે, સામાન્ય વર્ગને ફાયદો થશે

Text To Speech
  • જૂન મહિનો તેના અંતિમ મુકામ પર છે. જુલાઇનો નવો મહિનો શરૂ થતાંની સાથે જ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારો આવી શકે છે. જેનીથી સામાન્ય માણસને ફાયદો થઈ શકે છે.

જૂન મહિનો પૂરો થવાના આરે છે, ત્યારે હવે માત્ર ત્રણ-ચાર દિવસ બાકી છે. તે પછી જુલાઇનો નવો મહિનો શરૂ થશે, જે તેની સાથે બજારમાં ઘણા બદલાવ લાવશે. આ ફેરફારો રોજિંદા જીવનના હશે, જેની અસર સામાન્ય માણસ પર પડશે. તમને જણાવી દઈએ કે, આ ફેરફારો જુલાઈના પહેલા દિવસથી લાગુ થશે. મળતી માહિતી મુજબ એલપીજીથી લઈને સીએનજી, પીએનજીના ભાવમાં ફેરફાર થશે.

જૂન મહિનો પૂરો થતા જ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર આવી શકે છે, સામાન્ય વર્ગને ફાયદો થશે

LPG સિલિન્ડરની કિંમતમાં થઈ શકે છે ફેરફાર:

સરકારી કંપનીઓ મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતા હોય છે. કંપનીઓ કિંમતમાં વધારો અથવા ઘટાડો કરે છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર પણ જુલાઈની પહેલી તારીખે જોવા મળશે એવી માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ એપ્રિલ અને મે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે, 14 કિ.ગ્રા. તે સિલિન્ડરની કિંમતો યથાવત રહી છે. આ વખતે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એલપીજી સિલિન્ડરની કિંમત ઘટી શકે છે.

આ પણ વાંચો: જો ભુલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આટલું કરો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર TDS લાગુ થશે:

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર TDS એકત્રિત કરવાની તૈયારી છે. આ TDS 1લી જુલાઈથી લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, 7 લાખથી વધુ ખર્ચ કરવા પર બેંકો 20 ટકા સુધી TDS વસૂલશે. તેની સાથે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શિક્ષણ અને સારવાર માટે આ TDS 5 ટકા હશે.

CNG અને PNG ગેસના ભાવમાં પણ ફેરફાર આવી શકે છે:

જૂન મહિનો પૂરો થતા જ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર આવી શકે છે, સામાન્ય વર્ગને ફાયદો થશે

ગેસ સિલિન્ડરના ભાવની જેમ સીએનજી અને પીએનજી ગેસના ભાવ પણ અલગ-અલગ હોય છે. આ ભાવ દર મહિને બદલાય છે. કંપનીઓ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને માયાનગરી મુંબઈમાં ગેસના ભાવ અપડેટ કરે છે. ત્યારે અહીં સૂત્રોના જણાવ્યા અનુસાર સીએનજી અને પીએનજીના ભાવ પણ જુલાઈ મહિનામાં બદલાઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થતા જળાશયમાં હાઈએલર્ટ, જાણો ક્યા કેટલો પાણીનો જથ્થો થયો

Back to top button