ગુજરાતચૂંટણી 2022

એવું તો શું થયું કે સુરતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ઈન્કમટેક્સ અધિકારીની હાલત ખરાબ થઈ?

Text To Speech

સુરત અને મુંબઈ આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા ચૂંટણીનું મતદાન પૂરું થતાની સાથે જ સુરતમાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતુ. જે બાદ ડાયમંડ કંપનીઓ, બિલ્ડરો અને ફાયનાન્સરોને ત્યા ચાર દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યુ હતુ જે માં 30 દિવસ માંથી 26 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ. જેમાંથી 4 જગ્યાઓ પર હજૂ સર્ચ ઓપરેશન જારી છે.

સુરતમાં ચાલેલા ઓપરેશન માં 1500 કરોડના ટ્રાજેક્શનનાં વ્યવહારોનાં ડોક્યુમેન્ટ આવકવેરા વિભાગને હાથ લાગતાં વેરિફિકેશન શરુ કરવામાં આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં કરચોરીના ડોક્યુમેન્ટ મળતા સુરતના આવકવેરા અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આટલા બધા ડોક્યુમેનિટના વેરિફેકશનમાં લાંબો સમય નીકળી જાય તેવી શક્યતા છે.

સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગના સૂત્રોના જણાવ્યાં મુજબ અરવિંદ બિચ્છુની માલિકીની ધાનેરા ડાયમંડનો સેલ પરચેઝનો મોટો વેપાર કાચામાં ચાલતો હતો. પ્રોપર્ટીનું મોટા ભાગનું ખરીદ વેચાણ પણ રોકડમાં નોંધવામાં આવતું હતું અને કેશ લોન મેળવવી, આપવી અને અન્ય ખર્ચ પણ રોકડમાં દર્શાવી હોવાનાં દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યાં છે. ધાનેરા ડાયમંડના 1000 કરોડનાં અને ભાવના જેમ્સનાં 300 કરોડના ટ્રાન્જેક્શનનાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું છે. અન્ય બિલ્ડરોને ત્યાંથી 200 કરોડના પ્રોપર્ટીનાં ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતાં.

આ પણ વાંચો:ચૂંટણી પૂર્ણ થતાં જ સુરતમાં ડાયમંડ અને બિલ્ડર ઉદ્યોગકારોના ત્યાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા

સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના એડિશનલ કમિશનર વિભોર બદોની અને ડેપ્યુટી ડાયરેક્ટર દેવેન કેસવાલાની આગેવાની હેઠળ 100 થી વધુ અધિકારીઓની ટીમે સુરત અને મુંબઇના 30 સ્થળો પર સર્ચ કાર્યવાહી કરી હતી. જેમાં ભાવના જેમ્સ, ધાનેરા ડાયમંડ, અરવિંદ અજબાની ઉર્ફે બિચ્છુ, બિલ્ડર રમેશ ચોગઠ, નરેશ શાહ ઉર્ફે વીડિયો અને કાદર કોથમીર, હિમ્મતસિંહ, અને જનક જમીનદલાલ નામના વ્યક્તિઓને વરુણીમાં લેવામાં આવ્યાં હતાં. આ સિન્ડિકેટને ત્યાંથી મોટાપાયે જમીનોના દસ્તાવેજ, સોદા ચિઠ્ઠીઓઓ, બાનાખત, સાટાખત, શેર બજારના અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના દસ્તાવેજ, વ્યાજે નાણાં ધીરવાની ડાયરીઓ અને પાવર ઓફ એટર્નીનાં થેલા ભરી ડોક્યુમેન્ટ મળ્યાં હતાં. કુલ 14 લોકોને ત્યાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.

Back to top button