નેતાઓની સાથે હવે ચૂંટણી પ્રચારના સામાનની પણ બોલબાલા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ હવે અનેક પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લગતા સામાન જેવા કે ઝંડા, ખેસ, ટોપીની માંગ વધી જતી હોય છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આ પ્રકારની સામગ્રી બનાવતા સુરતના વહેપારીઓએ પહેલેથી જ તૈયારી કરી દીધી છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ સહિત આપ પણ મેદાને ઉતરતા ત્રિપાંખ્યો જંગ જામશે. ત્યારે ચૂંટણીની શરુઆત થતા જ અનેક પાર્ટીઓના ઝંડા બેનરો ટી-શર્ટ સાડી અને ખભે પહેરતા હોય છે આથી તે સમયે તેની માંગ વધી જતા સુરતના વહેપારીઓએ અગાઉથી જ તૈયારીઓ કરી દીધી છે.
પ્રચાર સામગ્રી બનાવતી ફેક્ટરીઓનો ધમધમાટ
સુરતમાં તમામ પાર્ટીઓના પ્રચારની સામગ્રી બનાવતા વહેપારીઓ ચૂંટણી આવતા હવે કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે આ વહેપારીઓ મોટા પાયે 20થી વધુ પાર્ટીઓના ચૂંટણી સમયે પ્રચાર સામગ્રી બનાવે છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ આ તમામ સામગ્રી સુરતના વેપારીઓ પાસેથી ઉમેદવારો દ્વારા મંગાવાની શરૂઆત થઈ જશે. ત્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ સાથે આપ પાર્ટી પણ મેદાને ઉતરી છે, જેને લઈને વેપારીઓને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સુરતના વેપારી દેશભરની 20 જેટલી રાજકીય પાર્ટીઓની વસ્તુઓ લાંબા સમયથી બનાવી રહ્યા છે અને 2022-23 અને 2024માં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સામાન અત્યારીમાં લાગી ગયા છે.
આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી જાહેર થતા PM મોદી આ તારીખથી પ્રચારકાર્ય આરંભશે
વિધાનસભામાં ચૂંટણી આ તારીખે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણીપંચે આજે યોજાયેલ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. અને 8 ડિસેમ્બરના દિવસે ચૂંટણી પરિણામો જાહેર કરાશે.