રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના આવતાની સાથે જ ધડામ દઈને તૂટી પડ્યું સ્ટેજ
- બિહારના પાલીગંજમાં ઈન્ડી ગઠબંધનની રેલી યોજાઈ હતી. આ રેલી સમયે મંચ પર રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને ઈન્ડી ગઠબંધનના અન્ય નેતાઓ હાજર હતા. તે જ ક્ષણે અચાનક સ્ટેજ ધડામ દઈને તૂટી પડ્યો
પાલીગંજ, 27 મે: દેશના આઠ રાજ્યોમાં હજી લોકસભાની ચૂંટણીનો પ્રચાર દેશના તમામ નેતા કરી રહ્યા છે. ત્યારે આજે પટનાના પાલીગંજમાં ઈન્ડી ગઠબંધનની જાહેર સભા યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, તેજસ્વી અને અન્ય નેતાઓ પણ પહોંચ્યા હતા. જે સમયે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ અને ઈન્ડી ગઠબંધનના અન્ય નેતાઓ મંચ પર પહોંચ્યા હતા. તે જ સમયે, અચાનક જ સ્ટેજ ધડાકા સાથે નીચે પડી ગયો હતો. જોકે, સદનસીબે કોઈને ઈજા થઈ નથી. સ્ટેજ તોડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જૂઓ સ્ટેજ તૂટતાનો વીડિયો:
View this post on Instagram
સ્ટેજ તૂટતાં જ મીસાએ રાહુલને સંભાળી લીધા
જ્યારે મંચને તૂટી પડ્યો ત્યારે મીસા ભારતીએ રાહુલ ગાંધીનો હાથ પકડીને તેમને સ્થિર કર્યા હતા. જો કે થોડા સમય પછી સુરક્ષાકર્મીઓ પણ રાહુલ પાસે પહોંચી ગયા, પરંતુ રાહુલ તેમને કહેતા જોવા મળી રહ્યા છે કે તે બિલકુલ ઠીક છે. અન્ય નેતાઓ મંચ પર તેજસ્વીનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પટનાના બખ્તિયારપુરમાં જનસભાને સંબોધી હતી. આ રેલીમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા અનેક સવાલો પૂછ્યા હતા.
બિહાર રેલીમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો વિપક્ષી ગઠબંધન સત્તામાં આવશે તો અગ્નિપથ યોજના રદ કરવામાં આવશે. તેમજ દરેક મહિલાના ખાતામાં દર મહિને 8,500 રૂપિયા જમા કરવામાં આવશે. રાહુલે કહ્યું કે જો ઈન્ડી ગઠબંધન લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવીને કેન્દ્રમાં સરકાર બનાવે છે, તો “જુલાઈથી દર મહિને મહિલાઓના ખાતામાં 8500 રૂપિયા જમા કરવામાં આવશે.” તેનાથી દરેક પરિવારની આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે.
1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મંગળવારે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ તબક્કા હેઠળ 1 જૂને 57 બેઠકો પર મતદાન થવાનું છે. સાતમા તબક્કામાં જે 57 બેઠકો માટે મતદાન થવાનું છે તે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની છે. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં દરેક પક્ષ મતદારોને રીઝવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 6 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.
આ પણ વાંચો: હાથ તો લગાડી જૂઓ, અમે ગુજરાતીઓથી ડરતા નથીઃ તેજસ્વી યાદવે કોને આપી આવી ધમકી?