ગુજરાતટોપ ન્યૂઝવિશેષ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાવાની તૈયારીમાં,આટલા ગામોને કરાયા એલર્ટ

Text To Speech

ભાવનગર જિલ્લામાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા પાલીતાણા અને તળાજા 18 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમ 90ટકા ભરાયો

ભાવનગરના તા.21/07/2023 ના સવારના 7 કલાકે જણાવ્યા મુજબ આપના તાલુકાનો શેત્રુંજી ડેમ 90% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી 32 ફૂટ ૯ ઇંચ છે અને પાણીની આવક 29,615 કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ નીચે જણાવેલ મુજબના ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

શેત્રુંજી ડેમ-humdekhengenews

પાલીતાણા અને તળાજા 18ગામો  કરાયા એલર્ટ

સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયેલ છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર હેઠવાસમાં તથા શેત્રુંજી નદી કાંઠે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 આ  પણ વાંચો : 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ, પીએમ મોદીએ બનાવી ખાસ સ્ટેટર્જી, જાણો વધુ

Back to top button