ટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

જયારે ઓલિમ્પિકમાં વહી હતી લોહીની નદીઓ, ઠેરઠેર ખેલાડીઓના વિખરાયેલા મૃતદેહો બાદ મોસાદે લીધો હતો બદલો

HD ન્યૂઝ ડેસ્ક, 27 જુલાઇ : પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ખેલાડીઓની કડક સુરક્ષાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન એક ખતરનાક આતંકવાદી હુમલો પણ થયો હતો? જેમાં ઈઝરાયેલે તેના 11 ખેલાડીઓ ગુમાવ્યા હતા. ઇઝરાયેલની ઓલિમ્પિક ટીમ પર 1972માં જર્મનીના મ્યુનિકમાં હુમલો થયો હતો. જ્યારે પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થાય છે ત્યારે આ ઘટનાનો ઉલ્લેખ ચોક્કસથી થાય છે. માસ્ક પહેરેલા પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઓલિમ્પિક ગેમ્સ વિલેજની બાલ્કનીમાં ઇઝરાયેલની ટીમને બંધક બનાવીને તેમની માંગણી પૂરી કરવા માંગતા હતા. પણ ઈઝરાયેલ ઝુક્યું નહિ. જર્મનીએ આતંકવાદીઓને બસ પણ આપી હતી.

ઇઝરાયેલે તેના 11 ખેલાડીઓ ગુમાવ્યા હતા

5 સપ્ટેમ્બર, 1972ના રોજ, પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ 11 ખેલાડીઓની હત્યા કરી નાખી. જે બાદ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને તેની જાસૂસી સંસ્થા મોસાદને જવાબદારી સોંપી દીધી. આ એજન્સીએ બે દાયકા સુધી આતંકવાદીઓને વીણીવીણીને માર્યા હતા. જેના પર 2005માં એક ફિલ્મ પણ બની છે. 1972 માં, હિટલરના શાસન પછી પ્રથમ વખત જર્મનીમાં ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 સપ્ટેમ્બરની સવારે ‘બ્લેક સપ્ટેમ્બર’ જૂથના 8 આતંકવાદીઓ સ્પોર્ટ્સ વિલેજમાં ઘૂસ્યા હતા. ટ્રેકસૂટ પહેરેલા આ લોકો ખેલાડીઓ જેવા જ દેખાતા હતા. આ પછી ઈઝરાયેલની ટીમ છુપાઈને અંદર ગઈ.

દરેક રૂમમાં શોધખોળ શરૂ કરી. ત્યારબાદ આ આતંકવાદીઓએ રેસલિંગ ટીમના કોચ મોસ વેઈનબર્ગને જોયા. જેમણે રસોડામાંથી ચાકુ ઉપાડીને આતંકવાદીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આતંકવાદીઓએ તેમને ગોળી મારી હતી. આ સમયગાળા દરમિયાન, વધુ બે ખેલાડીઓ માર્યા ગયા. વરસાદ વચ્ચે ઘણા ખેલાડીઓ ભાગી ગયા હતા. 9 ખેલાડીઓને આતંકીઓએ કેદ કરી લીધા હતા. આ હત્યાકાંડના સમાચાર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા. તે સમયે કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ પાસે 11 ખેલાડીઓ હતા. પરંતુ ત્યાં નવ હતા. બંધક બનાવ્યા પછી, આતંકવાદીઓએ ઇઝરાયેલ સમક્ષ માંગ કરી કે જેલમાં બંધ તેમના 234 સાથીઓને મુક્ત કરવામાં આવે. પરંતુ ઈઝરાયેલે ના પાડી. જે બાદ આતંકીઓએ દબાણ બનાવવા માટે ખેલાડીઓની હત્યા કરવાનું શરુ કર્યું. અને તેમના મૃતદેહ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા.

આતંકવાદીઓએ કહ્યું કે જો તેઓ સહમત નહીં થાય તો તેઓ બધાને મારી નાખશે. જર્મની પોતાના સ્તરે કટોકટી ઉકેલવામાં વ્યસ્ત હતું. આતંકવાદીઓએ જર્મનીથી કૈરો જવાની વાત કરી હતી. જર્મનીએ સંમત થઈને આ લોકોને બસ આપી. જે બાદ આતંકી ખેલાડીઓને એરપોર્ટ પર લઈ ગયા હતા. ત્યાં જર્મન પોલીસે ખેલાડીઓને આતંકીઓથી છોડાવવાની યોજના બનાવી હતી. આતંકવાદીઓએ જર્મન કમાન્ડોને જોતાની સાથે જ 6 સપ્ટેમ્બરે બપોરે 12:04 કલાકે AK47 ઉપાડી અને ખેલાડીઓને ગોળીઓથી ઠાર કરી દીધા. જવાબી કાર્યવાહીમાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

તમામ આતંકવાદીઓ જર્મનીમાં માર્યા ગયા હતા

આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તે જ સમયે, ઇઝરાયેલના તત્કાલિન પીએમ ગોલ્ડા મીરે મોસાદને બદલો લેવાનો આદેશ આપ્યો હતો. જેના માટે ઓપરેશન ‘રેથ ઓફ ગોડ’ શરૂ કરવામાં આવ્યું હતું. મોસાદે 20 વર્ષ સુધી હુમલાની યોજનામાં સામેલ અન્ય લોકોની વીણીવીણીને હત્યા કરી. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગે આ મુદ્દે ‘મ્યુનિક’ નામની ફિલ્મ પણ બનાવી છે. જે 2005માં રિલીઝ થઈ હતી. હુમલાના એક મહિના પછી, રોમમાં હુમલાની યોજનામાં સામેલ અબ્દુલ વાઇલ ઝૈતરને મોસાદ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. 16 ઑક્ટોબરે ડિનરમાંથી પાછા ફરતાની સાથે જ બે ઇઝરાયેલી કમાન્ડોએ કામ પૂરું કર્યું.

લેબનોનમાં ઘૂસીને આતંકવાદીઓનો કર્યો હતો ખાતમો 

ડો.મહમૂદ હમશરી આગળનું લક્ષ્ય બન્યા. જેમને એક ઇઝરાયેલની મહિલા એજન્ટે પત્રકાર બની ફસાવ્યા હતા. તેઓ ફ્રાન્સમાં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ના પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા. તે જ વર્ષે 8 ડિસેમ્બરે એક મહિલાએ તેમના રૂમમાં તેમના પર બોમ્બ ફેંક્યો હતો. જે બાદ એક મહિના બાદ તેનું મૃત્યુ થયું હતું. આગામી 6 મહિનામાં, 4 વધુ આતંકવાદીઓ હુસૈન અબ્દુલ ચીર, બાસિલ અલ કુબૈસી, મોહમ્મદ બૌદિયા અને ઝૈદ મુકાસી માર્યા ગયા. જે બાદ મોસાદ કમાન્ડોએ લેબનોનમાં પણ બદલો લીધો હતો. એપ્રિલ 1973માં કમાલ અદવાન, મોહમ્મદ યુસુફ અલ નજ્જર અને કમાલ નાસરને બેરૂત જઈને મારી નાખવામાં આવ્યા હતા. મ્યુનિક હુમલાનો માસ્ટરમાઇન્ડ પ્રખ્યાત અલી હસન સલામે હતો. એરિકા મેરી ચેમ્બર્સ, એક ઇઝરાયેલી મહિલા એજન્ટે તેનું સરનામું શોધી કાઢ્યું હતું. જે બાદ લેબનોનમાં તેની હત્યા કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ થોડી વાર ચાલવામાં જ શરીર થાકી જાય છે? હોઈ શકે વિટામિન B12ની કમી, પીવો આ જ્યૂસ

Back to top button