ટ્રેન્ડિંગનેશનલ

રવિના ટંડનની કારને અકસ્માત નડ્યો, ટોળાએ તેની સાથે ઝપાઝપી કરી

Text To Speech
  • અભિનેત્રીના કારના ડ્રાઈવરે અકસ્માત કર્યા બાદ ટોળાએ ડ્રાઈવર અને રવિનાને ઘેરી લીધા
  • શનિવારે મોડી રાત્રે બનેલા બનાવ બાદ રવિના પોતાને નહીં મારવા ટોળાને વિનંતી કરતી જોવા મળી
  • ખાર પોલીસે રવિના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો ઈનકાર કર્યો હોવાનો દાવો

મુંબઈ, 2 જૂન, 2024: મુંબઈમાં શનિવારે મોડી રાત્રે અભિનેત્રી રવિના ટંડન સાથે ટોળાએ ઝપાઝપી કરી હોવાના અહેવાલ છે. અહેવાલ અનુસાર રવિના ટંડનની કારના ડ્રાઈવરે અકસ્માત કરતાં ત્યાં એકત્રિત ટોળાએ રવિના તેમજ તેના ડ્રાઈવર બંને સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે, જેમાં રવિના ટોળાને એવું કહેતી સંભળાય છે કે, “મને મારશો નહીં.”

જૂઓ વીડિયો –

મુંબઈના કાર્ટર રોડ ઉપર રીઝી કૉલેજ નજીકની આ ઘટના હોવાનું કહેવાય છે. મોડી રાત્રે ડ્રાઈવરથી અકસ્માત થયો હતો જેને કારણે ત્રણ ઉંમરલાયક મહિલાઓને ઈજા થઈ હતી. આ પછી ત્યાં ઉપસ્થિત ટોળાએ કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવરને માર મારવાનું શરૂ કર્યું હતું. આ જોઈને રવિના ટંડન કારમાંથી બહાર આવી હતી અને ડ્રાઈવરને નહીં મારવા ટોળાને વિનંતી કરી રહી હતી. જોકે હિંસક ટોળાએ રવિના ઉપર પણ હુમલો કર્યો હતો.

આ દુર્ઘટનામાં બાન્દ્રાના રહેવાસી મોહમ્મદે એવો દાવો કર્યો હતો કે, રવિના શરાબના નશામાં હતી અને અકસ્માત કરનાર તેના ડ્રાઈવરને બચાવવા પ્રયાસ કરી રહી હતી. મોહમ્મદનો દાવો છે કે, રવિનાએ તેના પરિવારના સભ્યો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અનેક વીડિયોમાં એવું દેખાય છે કે, હકીકતમાં ટોળાએ જ રવિના ઉપર હુમલો કર્યો હતો. મોહમ્મદના દાવા મુજબ તે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ગયો હતો પરંતુ પોલીસે એફઆઈઆર નોંધવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદના થલતેજમાં સગીર કાર ચાલકે કિશોરીને અડફેટે લીધી, હોસ્પિટલમાં દાખલ

Back to top button