ઉત્તર ગુજરાતગુજરાત

દાડમની ખેતી વધુ ખર્ચાળ બની જતાં ખેડૂતે અધ વચ્ચે જ બગીચાનો કર્યો નાશ

  • દવાના ખર્ચાઓથી કંટાળીને ખેડૂતે પોતાના જ હાથે દાડમના બગીચાનો કર્યો નાશ.
  • દવાના ખર્ચા સામે પાક ઝીરો, ખર્ચાઓથી કંટાળીને ખેડૂતે ખેતરમાંથી દાડમ કરી દુર.

HD ન્યૂઝ ડેસ્ક: બનાસકાંઠામાં દાડમની ખેતીએ છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દિધા છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી દાડમની ખેતી કરીને ખેડૂતો સારી આવક મેળવતા હતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વધુ વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ દાડમના છોડ પર સારી રીતે બેસતા નથી ને ફૂલ ખરી જવાની સમસ્યા વધી ગઈ છે. જેના કારણે જિલ્લામાં 60 ટકાથી વધુ પાકને નુકસાન થયું છે. નુકસાનથી કંટાળીને  ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડ ઉખાડી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લો દાડમની ખેતી માટે જાણીતો છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી દાડમની ખેતી માત્ર ખર્ચાળ જ બની છે. ખેડૂતો લાખ ગણી મહેનત કરે છતાં તેમને ધાર્યુ પરિણામ ન મળતાં ખેડૂતો દાડમની ખેતીથી પરેશાન બની ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી દાડમની ખેતી બરબાદ થઈ જવાથી અનેક ખેડૂતોએ તેમના ખેતરોમાંથી દાડમના બગીચો કાઢી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફતો આવતી હોવાથી લાખો રુપિયાનું નુકસાન થાય છે, છતાં પણ ગુજરાત સરકાર બાગાયતી પાકને પુરતું વળતર પણ આપતી નથી, તેથી નુકસાનના કારણે અહીંના ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડ ઉખાડી રહ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા સમાચાર: નહીં લાગે હવે યુરિયા નથી ના બોર્ડ, કેન્દ્રએ કરી મોટી સહાય

વરસાદ અને ભેજના કારણે દાડમની ખેતીમાં છેલ્લા પાંચ વર્ષથી નુકસાન:

સુઈગામ તાલુકાના રડકા ગામના ખેડૂતે તેમના થરાદના મિત્રો જોડેથી સલાહ લઈને ખેતીમાં મહેનત કરીને રુપિયા કમાવવા માટે 1 હજાર દાડમના છોડ પોતાના ખેતરમાં લગાવ્યા હતા. જ્યારે ખેડૂતે આ હજાર છોડની 3 વર્ષ માવજત કર્યા બાદ તેમાં પાક લેવાનું ચાલું કર્યું હતું. ખેડૂત બહું ખુશ હતો, તેના આ બગીચાને લઈને અનેક સપના હતા, પરંતું દાડમની સિઝનની શરુઆતથી જ રોગોનો માર એવો ચાલ્યો કે ખેડૂતનું જીવવું હરામ થઈ ગયું. ખેડૂતનું કહેવું છે કે, જેટલી દાડમમાંથી આવક આવતી એટલો તેની દવાનો ખર્ચો જ થઈ જતો હતો. અંતે ખેડૂતે કંટાળીને પોતાના દાડમના બગીચાને ઉખાડવાનો નિર્ણય લીધો છે.

સરકાર ખેડૂતોને વળતર ના આપતી હોવાનો ખેડૂતોનો દાવો:

વાત કરીએ જો ખેડૂતોની તો આમતો દર વર્ષે ખેતીમાં નાની-મોટી મુશ્કેલીઓ આવતી જ હોય છે. ખેડૂત ખેતીમાં નાના નુકસાનનું વળતર ક્યારેય માગતો નથી પરંતુ જ્યારે ખેડૂત પર કુદરતી આફત આવવાથી ખેતીને ભારે નુકસાન થાયતો તે સરકાર જોડે વળતરની આશા રાખતો હોય છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફતો આવતી હોવાથી લાખો રુપિયાનું નુકસાન થતું હોય છે, છતાં ગુજરાત સરકાર બાગાયતી પાકને પુરતું વળતર પણ આપતી નથી. જેના કારણે દર વર્ષે દાડમના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો બગીચાનો નાશ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતોની આતૂરતાનો આવ્યો અંત, PM કિસાનનો 14મો હપ્તો ખાતામાં થયો ટ્રાન્સફર

આ પણ વાંચો: રાજ્યમાં આંખ આવવાની બિમારીએ મચાવ્યો હાહાકાર, બચવા માટે જાણો ઉપાય

Back to top button