ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Budget 2024: પરંપરા મુજબ શાસક પક્ષે બજેટને વખાણ્યું

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’ના મંત્ર સાથે આગળ વધી રહી છે. વિકાસના ફળ લોકો સુધી પહોંચવા લાગ્યા છે. રોગચાળા છતાં, ભારત ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. આપણા યુવાનો દેશના વિકાસની વાત કરી રહ્યા છે. દેશની જનતાએ  સરકારને આગળ વધારી છે. છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતાઓએ પણ બજેટને વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું છે. તેમજ વડાપ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો છે.

બજેટ વિકસિત ભારત તરફ એક નવું પગલું: ધર્મેન્દ્ર પ્રધાન

વચગાળાના બજેટ પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ બજેટ વિકસિત ભારત તરફ એક પગથિયું સાબિત થશે. આગામી દિવસોમાં, જ્યારે આપણે બધા માટે વિકાસ, બધા માટે વિશ્વાસ અને બધા માટે પ્રયાસ સાથે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ બજેટ તેના માટે પ્રારંભિક પ્રયાસ છે. આ બજેટની સૌથી મોટી જાહેરાત ‘જય અનુસંધાન’ યોજના માટે કોર્પસ ફંડ તરીકે લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ખાનગી સંસ્થા લોન લેવાનું પસંદ કરશે, તેમને 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન મળશે. આનો સીધો ફાયદો ભારતની નવી પેઢીને થશે.

દરેક ક્ષેત્રમાં પ્રગતિ ઊંચાઈએ આંબી છે: કિરણ રિજિજુ

સંસદમાં બજેટ રજૂ થયા બાદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બજેટ માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને PM મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કોઈ પણ ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું નથી. પીએમ મોદીના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલ્ફેર, મહિલા, યુવાઓ, ખેલાડી, વિજ્ઞાનીઓથી લઈને સરહદ સુધીના તમામ ક્ષેત્રૈ પ્રગતિ જોવા મળી છે. આજે આપણે અર્થતંત્રની દૃષ્ટિએ વિશ્વમાં એક આત્મવિશ્વાસુ દેશ બની ગયા છીએ.

બજેટ ભારતના આર્થિક ક્ષેત્રને મજબૂત કરવાનો: નીતિન ગડકરી

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બજેટને આર્થિક ક્ષેત્રે મજબૂત ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, નાણા પ્રધાનના બજેટનો ઉદ્દેશ્ય ભારતના આર્થિક ક્ષેત્રને મજબૂત કરવાનો છે.આ બજેટ ઉદ્યોગ અને રોજગારમાં પ્રગતિ કરીને નવી તકો ઊભી કરશે. જે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના PM મોદીના સંકલ્પને અનુરૂપ છે. આ ઉપરાંત તેમણે પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું

ઐતિહાસિક બજેટ ગણાવતાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, આ બજેટ સંપૂર્ણ રીતે દર્શાવે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત એક વિકસિત, આત્મનિર્ભર, વિશ્વ નેતા બનવાના લક્ષ્ય તરફ ઝડપ સાથે આગળ વધ્યું છે.

ભારત 2047 સુધીમાં વિશ્વનો સૌથી વિકસિત દેશ બનશે: સર્બાનંદ સોનેવાલ

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, આ બજેટ દ્વારા એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત 2047 સુધીમાં વિશ્વનો સૌથી વિકસિત દેશ બની જશે કારણ કે દરેક તબક્કે એવા સંકેતો મળી રહ્યા છે કે ભારત વિકાસની યાત્રામાં કઈ રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના લોકોના વિકાસ માટે બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બજેટમાં ‘વિકસિત ભારત’ માટે સ્થાપિત ચારેય સ્તંભો સામેલ: ગિરિરાજ સિંહે

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, આ બજેટમાં ‘વિકસિત ભારત’ માટે સ્થાપિત ચારેય સ્તંભો ખેડૂત, યુવાન, ગરીબ અને મહિલાઓ સામેલ છે. પીએમ આવાસ યોજના હેઠળ 2 કરોડ વધુ મકાનો મંજૂર કરવા, ‘લખપતિ દીદી’ માટે સંખ્યા 3 કરોડ નક્કી કરવી, આમ ઘણી કલ્યાણકારી યોજના પર કામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બજેટ LIVE: અપેક્ષાઓથી વિરુદ્ધ સામાન્ય કરદાતાઓને કોઈ રાહત આપવામાં ન આવી

Back to top button