મધ્ય ગુજરાત

U-20 બેઠક અંતર્ગત અમદાવાદનો આ જાણીતો રોડ શનિવાર સુધી રહેશે બંધ

Text To Speech

અમદાવાદમાં આગામી U-20 અંતર્ગત શેરપા મિટીંગ અને જુલાઇ 2023 માં U-20 મેયર્સ સમિટ યોજાશે ત્યારે U-20 બેઠકને લઈને અમદાવાદમાં તૈયારીઓ થઈ રહી છે જેના ભાગરૂપે આજથી સિંધુભવન રોડ શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે.

તા. 9-10 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી આ બેઠક માટે અમદાવાદમાં તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે સિંધુભવન રોડ ટ્રાફિક માટે શનિવાર સુધી બંધ રાખવામાં આવ્યો છે. તાજ સ્કાયલાઇનમાં આ બેઠક યોજવાની છે ત્યારે અમદાવાદના મહેમાન બનનાર દેશ વિદેશના ડેલિગેટને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ બેઠકને પગલે અમદાવાદને નો ડ્રોન ફલાય ઝૉન તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : લોકસભામાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં, કમાલ યે હે કી ફીરભી તુમ્હે યકીન નહીં…
અમદાવાદ - Humdekhengenews ઉલ્લેખનીય છે કે ગુજરાત અને ગુજરાતની જનતા મહેમાન નવાજી કરવામાં કોઈ કશર રાખતા નથી અને જ્યારે પણ અન્ય દેશ કે રાજ્યના મહેમાન ગુજરતમાં આવે છે ત્યારે તેમની સાથે ગુજરતનો પ્રેમ પણ લઈને જતાં હોય છે એટલે જ ગુજરાત ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક આગવું નામ ધરાવે છે.

Back to top button