અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

“વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત”, કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું

Text To Speech
  • ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ
  • શહેરીજનો નયનરમ્ય લાઈટિંગનો નજારો જોઈ અભિભૂત

ગાંધીનગર, 8 ઓકટોબર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે.

જનભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઈમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર- દાંડી બ્રિજ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ ઈમારતો પર રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના વિવિધ સ્થળોને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવતાં, આ નજારો જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પીએમ પદ સુધી 23 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓક્ટોબર 2001માં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી 13 વર્ષ સીએમ, તો 10 વર્ષથી પીએમ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સતત 2014 સુધી ગુજરાતની વિકાસ ગાથાને આગળ વધારી છે.

આ પણ વાંચો…નરેન્દ્ર મોદીના સેવા ક્ષેત્રે 23 વર્ષ થયા પૂર્ણ: મંત્રી મુકેશ પટેલે યાદ કરી મુલાકાત, જાણો શું કહ્યું ?

Back to top button