ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગ દ્વારા 4 જેટલાં નમો વડ વન વિકસાવાયા

Text To Speech

પાલનપુર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ઊજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના 75 મા વર્ષે વન વિભાગ વિભાગ દ્વારા નમો વડ વન નિર્માણનું અભિયાન હાથ ધરીને વૃક્ષનું પૌરાણિક મહત્વ વધારવા સાથે ગ્રીન કવર વધારવાના અભિગમને વેગ અપાઇ રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાઓમાં 75 નમો વડ વન ઊભા કરવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે.

સ્મૃતિ વન-humdekhengenews

અંબાજી ખાતે સ્મૃતિ વન ઉપરાંત અમીરગઢ, વડગામ અને દિયોદર તાલુકામાં નમો વડ વનનું નિર્માણ કરાયું

બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગ દ્વારા 4 જેટલાં નમો વડ વન વિકસાવવામાં આવ્યા છે. જેમાં દાંતા તાલુકામાં અંબાજી- આબુરોડ તથા ગબ્બર રોડ ત્રણ રસ્તાની સામે અંબાજી ખાતે સ્મૃતિ વન, અમીરગઢ તાલુકામાં રોકડીયા હનુમાનજી મંદિર, વડગામ તાલુકામાં શેંભર ગોગ મહારાજ મંદિર અને દિયોદર તાલુકામાં ઓગડનાથ મંદિર, ઓગડ થળી ખાતે નિર્માણ કરાયેલ નમો વડ વનનો સમાવેશ થાય છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વૉર્મિગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ગુજરાતમાં વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ વનો ઊભાં કર્યાં છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસા શહેર પોલીસ દ્વારા પેસેન્જર વાહનોની માહિતી એકત્રિત કરાઈ

Back to top button