ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની ચૂંટણી 2022 : 19 ટકાથી વધુ દાગી ઉમેદવાર

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. બંને તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે. ત્યારે બંને તબક્કાના કુલ મળીને 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે.

candidate of political party
candidate of political party

ગત ચૂંટણીની સરખામણીએ કુલ ઉમેદવારોની સંખ્યા ઘટી છે, પરંતુ બીજી બાજુ દાગી ઉમેદવારોની સંખ્યા 253થી વધીને 313 થઈ છે એટલે કે પાંચ ટકા દાગી ઉમેદવારો આ વખતની ચૂંટણીમાં વધ્યા છે. ચૂંટણી પંચ દ્વારા મતદારો-નાગરિકો માટે આ વખતની ચૂંટણીમાં લોન્ચ કરાયેલી Know Your Candidate એપ્લિકેશન મુજબ બંને તબક્કાની ચૂંટણીમાં કુલ મળીને ૩૧૩ ઉમેદવારો સામે વિવિધ પ્રકારના પોલીસ કેસ -ગુના નોંધાયા છે. આ વખતની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 788 અને બીજા તબક્કામાં 833 ઉમેદવારો સહિત 1621 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે 1621 ઉમેદવારોમાંથી વિવિધ પાર્ટીઓના અને અપક્ષ સહિતના 313 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા છે.

ભાજપ અને કૉંગ્રસના કેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુના

ચૂંટણી પંચના નિયમ મુજબ આ વખતે દરેક પાર્ટીઓએ પોતાના ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો કે જેઓની સામે પોલીસ કેસ થયેલા છે તેઓની પુરી વિગતો વેબસાઈટ પર મુકવી અને લોકો સુધી પહોંચે તે માટે અખબારોમાં જાહેરાત સ્વરૃપે આપવી ફરજીયાત છે. જે મુજબ ભાજપના 28 ,કોંગ્રેસના 30 અને AAPના 15 ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે.આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે.

politician
politician

2017ની ચૂંટણીમાં કુલ 1828 ઉમેદવારો બંને તબક્કાની ચૂંટણીમાં હતા અને તેમાંથી 253 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હતા એટલે કે કુલ ઉમેદવારોના 14 ટકા જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધાયેલા હતા. જ્યારે આ વખતની ચૂંટણીમાં બંને તબક્કાના મળીને કુલ 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો દાગી છે. આમ 2017ની ચૂંટણીની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં દાગી ઉમેદવારો 5 ટકા જેટલા વધતા કુલ ઉમેદવારોના 19 ટકાથી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

Back to top button