ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા 20 હજાર જેટલાં કર્મચારીઓ મતદાન મથક પર પહોંચ્યા

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ની હવે ઘડીઓ ગણાઇ રહી છે. તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ-9 વિધાનસભા બેઠકો પર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર તંત્ર સજ્જ બન્યું છે.

મતદાન મથક-humdekhengenews

 

કુલ-24.90 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

બનાસકાંઠા જિલ્લામાં કુલ-24,90,926 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે પૈકી પુરૂષ મતદારો-12,93,100 અને સ્ત્રી મતદારો-11,97,814 છે અને 12 થર્ડ જેન્ડરના મતદારોનો સમાવેશ થાય છે.

મતદાન મથક-humdekhengenews

જિલ્લામાં કુલ-3455 EVM અને 3791 VVPAT ફાળવાયા

ચૂંટણી ફરજમાં રોકાયેલા 20 હજાર જેટલાં તાલીમબધ્ધ કર્મચારીઓ મતદાન મથક પર પહોંચ્યા છે. જેમાં 2874-પ્રિસાઇડીંગ ઓફિસર, 2874-પોલીંગ ઓફીસર-1, 2874-પોલીંગ ઓફીસર, 2874- મહિલા, 3056-પોલીસ જવાનો, 5440 હોમગાર્ડ જવાનો એમ મળી કુલ-19,992 જેટલાં કર્મચારીઓ લોકશાહીના અવસરની ઉજવણીમાં પોતાની ફરજ નિભાવવા બુથ પર પહોંચ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફના ટ્રાન્સપોર્ટેશન માટે 284 જેટલી એસ.ટી.બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ- 3455 EVM અને 3791 VVPAT ફાળવવામાં આવ્યા છે.

મતદાન મથક-humdekhengenews

બનાસકાંઠા જિલ્લામાં કુલ-9 વિધાનસભા મતવિસ્તારોમાં 2613 મતદાન મથકો ઉપર સવારે-8:00 થી સાંજે-5:00 વાગ્યા દરમિયાન મતદાન થવાનું છે ત્યારે દરેક વિધાનસભા મતવિસ્તારમાં 1-આદર્શ મતદાન મથક, 1-દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક અને 1-ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદની દરેક બેઠક ભાજપ માટે “ઇમેજ”નો સવાલ, જાણો કેમ PM મોદીને રસ્તા પર ઉતરવું પડ્યું

દિવ્યાંગ મતદાન મથક પર તમામ દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે. તેવી જ રીતે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 7 જેટલાં મહિલાઓ સંચાલિત કુલ-63 સખી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ વર્ષે નવતર પ્રયોગના ભાગરૂપે 25 થી 30 વર્ષના યુવા કર્મચારીઓ સંચાલિત જિલ્લામાં 1 યુવા મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો પોતાની સેલ્ફી લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ તમામ મતદાન મથકો પર વિશેષ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

મતદાન મથક-humdekhengenews

Back to top button