ગુજરાતટોપ ન્યૂઝ

આસ્થાનું ઘોડાપુર: નર્મદા પરિક્રમા માટે 20 લાખ જેટલા ભાવિકો ઉમટયા

Text To Speech
  • નર્મદા પરિક્રમાનો પ્રારંભ તા. 21 માર્ચના રોજ થયો હતો
  • નર્મદા પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી
  • સેવા ભાવી દાનેશ્વરી લોકો દ્વારા 27 જેટલા વિવિધ પ્રકારના સ્ટોલ રાખ્યા

નાંદોદ તાલુકાના રામપુરા ગામે પુણ્ય સલિલા નર્મદા કિનારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ તા. 21 માર્ચના રોજ થયો હતો. તા. 20 એપ્રિલના રોજ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા સમાપ્ત થઈ હતી. માંગરોલના ભૂતપૂર્વ આચાર્ય અને સમાજ સેવક મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ સાલે અત્યારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી 17 થી 20 લાખ ભાવિક ભક્તો ઉમટયા હતા.

આ પણ વાંચો: ભરૂચમાં 9 વર્ષની બાળકીએ કરેલા કામને લઈ ખુદ CM બોલી ઉઠયા વાહ ભાઈ

સેવા ભાવી દાનેશ્વરી લોકો દ્વારા 27 જેટલા વિવિધ પ્રકારના સ્ટોલ રાખ્યા

આ ઉતરવાહીની પરિક્રમા દરમિયાન રસ્તામાં આવતા વિવિધ ગામો, સંસ્થા, આશ્રમો અને સેવા ભાવી દાનેશ્વરી લોકો દ્વારા 27 જેટલા વિવિધ પ્રકારના ખાવાના, અને અન્ય સ્ટોલ દ્વારા મફ્ત ચા, પાણી, નસ્તો, જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક માસ દરમ્યાન ચાર રવિવારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે ભાવિક ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. ભાવિક ભક્તોએ હાડમારી વેઠવી પડી હતી.

નર્મદા પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ ખાસ મહત્વની કામગીરી કરી નથી. નર્મદા પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પરિક્રમાવાસીઓેને બનત મદદ કરાઇ હતી. રામપુરા માંગરોલ ગામ સુધી ભાવિકો જે વાહનો લઇને આવ્યા હતા. તેને મુકવામાં પાર્કિંગ કરવામાં રામપુરા માંગરોલ ગુવારના યુવકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય લોકો દ્વારા સેવાકિય પ્રવૃત્તિઓ થઈ હતી. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા નર્મદા કિનારે આવેલા મંદિરોમાં, આશ્રમમાં અન્નક્ષેત્ર સદાવ્રત સાધુ સંતો મહંતો દ્વારાચાલુ કરવામાં આવ્યું હતું.

Back to top button