ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિધાનસભા ચૂંટણી આવતા રાજ્યમાં 17 IPS અધિકારીઓની સાગમટે બદલી

Text To Speech

રાજ્યમાં 17 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગૃહ વિભાગે બદલીના આદેશ કર્યા છે. તેમાં નીરજ બડગુજરને બઢતી સાથે અમદાવાદમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તથા અમદાવાદ સેક્ટર 1માં એડિ.કમિશનર તરીકે પોસ્ટિંગ કરવામાં આવી છે. તેમજ ખુરશી અહેમદની ADGP પ્લાનિંગ ગાંધીનગરમાં નિમણૂંક કરાઇ છે. તથા પીયુષ પટેલને IGP સુરત રેન્જ તરીકે મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે બનાસકાંઠામાં મહત્ત્વની બેઠક કરી

અશોક યાદવ રાજકોટ રેન્જના IGP બન્યા

ઉલ્લેખનીય છે સોશિયલ મીડિયામાં હોટ ફેવરીટ રહેતા અજય ચૌધરીને JCP સ્પેશિયલ બ્રાન્ચમાં કામગીરી સોંપવામાં આવી છે. તથા સૌરભ તોલંબિયાને રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ અશોક યાદવ રાજકોટ રેન્જના IGP બન્યા છે. તથા સંદિપ સિંહ વડોદરા રેન્જ IGP બન્યા છે. તેમજ ગૌતમ પરમાર IGP ભાવનગર રેન્જ સાથે ડી.એચ.પરમાર JCP ટ્રાફિક સુરત થયા છે.

આ પણ  વાંચો: ગુજરાતમાં ગ્રહણકાળ દરમિયાન એક માત્ર મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે, જાણો શું છે સમય

પંચમહાલના DIGP ચિરાગ કોરડીયા બન્યા

ACP સેક્ટર – 2 અમદાવાદ એમ.એસ. ભરાડાના હાથમાં આવ્યું છે. તેમજ પંચમહાલના DIGP ચિરાગ કોરડીયા બન્યા છે. સાથે જ મનોજ નિનામાને ACP વડોદરા ક્રાઈમ અને ટ્રાફિકની કામગીરી આપવામાં આવી છે. તથા એ.જી. ચૌહાણ ACP ટ્રાફિક અમદાવાદ અને આર.વી.અસારી ગાંધીનગર ઈન્ટેલીજન્સ – 2 DIGP બન્યા છે. સાથે જ કે.એન.ડામોરને સુરતસેક્ટર 2માં એડિ.કમિશનર તરીકે મુકાયા છે.

Back to top button