અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અમદાવાદના 1032 જેટલા પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ પ્રથમ વાર કરશે મતદાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આ વખતે 1032 જેટલા પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ કે જેઓ હવે ભારતીય નાગરિક છે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. કુલ મળીને 1032 શરણાર્થીઓ કે જેમને છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ કલેક્ટર દ્વારા ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું, તેઓ નવી રાજ્ય સરકારને ચૂંટવામાં ભૂમિકા ભજવશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 40 હિન્દૂ શરણાર્થીઓને નાગરિકતા આપી

વર્ષ 2016 થી અત્યાર સુધીમાં અમદાવાદ કલેક્ટર કચેરીએ પડોશી પાકિસ્તાનના 1032 હિંદુઓને ભારતીય નાગરિકતા આપી છે. લઘુમતી સમુદાયોના સભ્યો તરીકે તેમના જ દેશમાં અત્યાચાર ગુજારવામાં આવ્યા બાદ તેઓને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. 2016 અને 2018ના ગેઝેટ મુજબ, અમદાવાદ, ગાંધીનગર અને ભુજ કલેક્ટરની કચેરીઓને કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓની મંજૂરી મેળવ્યા બાદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ અને પારસીઓને ભારતીય નાગરિકતાના દસ્તાવેજો જારી કરવાની સત્તા હેઠળ તેમને અખંડ ભારતમાં જોડ્યા છે. 22 ઓગસ્ટના રોજ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાનના 40 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપ્યા હતા.

શું કહે છે આ અંગે નાગરિકો ?

આ નવા ભારતીય નાગરિકોમાંથી એક 36 વર્ષીય દિલીપ મહેશ્વરી કે જે પ્રથમ વખત પોતાનો મત આપશે. તેમનો જન્મ પાકિસ્તાનના થરપારકરના મીઠી શહેરમાં થયો હતો. મહેશ્વરી 212 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાંના એક હતા જેમને 2021 માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. તેમની પત્ની માયાને આ વર્ષે તેમની નાગરિકતા મળી છે. દિલીપનું કહેવું છે કે તેઓ 1995થી ભારતીય નાગરિકતા અને લાંબા ગાળાના વિઝા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ સૌપ્રથમ 2008 માં ટૂંકા ગાળાના પ્રવાસી વિઝા પર ભારત આવ્યા હતા. આ દરમિયાન તેઓ અહીં તીર્થયાત્રા પર હતા.

2013 માં લાંબા ગાળાના વિઝા બાદથી જ ગુજરાતમાં

વધુમાં તેઓ કહે છે કે 2008 માં તેમને વિઝા બાદ તેઓ ફરી પાકિસ્તાન ગયા. વર્ષ 2013 માં તેઓએ લાંબા ગાળાના વિઝા મેળવ્યા અને ત્યારથી તેઓ ગુજરાતમાં છે. બંને દેશના વિભાજન સમયે, તેમના વિસ્તૃત પરિવારના કેટલાક સભ્યો ભારતમાં સ્થળાંતર કરી ગયા હતા, પરંતુ તેમનો પરિવાર કેટલાક કારણોસર પાકિસ્તાન છોડી શક્યો ન હતો. મીઠીની સિંધી શાળામાં આભ્યાસીક વર્ષો દરમિયાન જ તેઓએ ભારતીય નાગરિક બનવાનું વિચારી લીધું હતું. હવે. તેમણે પાકિસ્તાનમાં ઘણી વાર મતદાન કર્યું છે પણ હવે પ્રથમ વખત એક ભારતીય તરીકે મતદાન કરશે.

Back to top button